By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 week ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 week ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 week ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 week ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 week ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોશિયલ મીડિયા કોર્નર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > સોશિયલ મીડિયા કોર્નર
AuthorParakh BhattSCIENCE-TECHNOLOGY

સોશિયલ મીડિયા કોર્નર

Khaskhabar Editor
Last updated: 2022/01/17 at 12:15 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..

– પરખ ભટ્ટ

યહ ટ્વિટ્ટર.. બડી કુત્તી ચીજ હૈ!

ભારતના ખ્યાતનામ જર્નલિસ્ટ સુચેતા દલાલની એક ટ્વિટથી આ અઠવાડિયે ટ્વિટર ‘અંબાણી-અંબાણી’ થઈ ગયું! જરાક મૂળિયામાં ઉતરું તો, સુચેતા દલાલ એ જ જર્નલિસ્ટ છે, જેણે એક સમયના શેરબજાર કિંગ કહેવાતાં હર્ષદ મહેતાનો ભાંડો ફોડ્યો હતો. 5000 કરોડ રૂપિયાનું એ દાયકાઓ જૂનું કૌભાંડબહાર લાવીને હર્ષદ મહેતાને જેલના સળિયા ગણાવનાર જર્નલિસ્ટ એટલે સુચેતા દલા. જેની બૂક પરથી થોડા મહિના પહેલાં ‘સ્કેમ 1992’ વેબસીરિઝ રીલિઝ થઈ હતી. સુચેતા દલાલ જ્યારે કોઈ ટ્વિટ કરે અથવા લેખ લખે ત્યારે કેન્દ્ર સરકારે તેના પર ધ્યાન આપવું જ પડે એવી એમની શાખ છે. આ અઠવાડિયે સુચેતા દલાલે ટ્વિટર પર રહસ્યમય અંદાજમાં એક પ્રશ્ન પૂછ્યો, ‘શું કોઈ કહી શકે કે ભારતનો સૌથી મોટો ડિફોલ્ટર કોણ છે, જેની સામે ભારત સરકારે કોઈ કાયદાકીય પગલાં નથી ઉઠાવ્યા?’ બસ, ખેલ ખલાસ. આખું ટ્વિટર હિલોળે ચડ્યું. સોશિયલ મીડિયા યુઝર્સ જાતજાતની સંભાવના સેવવા લાગ્યા. એમાં ઝપટે ચડી ગયા, બિચારા અનિલ અંબાણી! ઘણા ખરા લોકોએ ‘અનિલ અંબાણી’ને જ સુચેતા દલાલ કલ્પિત ડિફોલ્ટર ધારીને ટોપ ટ્રેન્ડિંગ બનાવ્યા.

Contents
દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..– પરખ ભટ્ટયહ ટ્વિટ્ટર.. બડી કુત્તી ચીજ હૈ!યશરાજ મુખાતેનો ‘ટોમ્મી’!રાહુલ બબુઆ, કિધર ચલે?અનિલ કપૂરના ગળે ગાળિયો!બ્રિટનની એક્ઝિટ!

યશરાજ મુખાતેનો ‘ટોમ્મી’!

બરાબર વિચારો છો તમે! ગોપી બહુ યાદ છે ને? રસોડે મેં કૌન થા? હા, 2020ના એ સુપરહિટ સોંગ સર્જક યશરાજ મુખાતે પાછલા આઠ દિવસોથી સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. આ વખતે ગીતના શબ્દો છે: ‘ત્વાડા કુત્તા ટોમ્મી, સાડા કુત્તા કુત્તા?’ અર્થાત ‘તારો કૂતરો ટોમ્મી, અને અમારો કૂતરો એટલે કૂતરો.. એમ?’ સલમાન ખાન જે રિયાલિટી શોનો હોસ્ટ છે એ બિગ-બોસની જૂની સિઝનની એક સ્પર્ધક શહેનાઝ ગિલ સોફા પર બેઠી બેઠી આ સંવાદ બોલે છે. ‘ક્યા કરું મૈં, મર જાઉં? મેરી કોઈ ફીલિંગ્સ નહીં હૈ? તુમ્હારી ફીલિંગ તુમ્હારી. ત્વાડા કુત્તા ટોમ્મી, સાડા કુત્તા કુતા?’ આખું સોશિયલ મીડિયા યશરાજ મુખાતેના આ નવા ગીત પાછળ એટલું ઘેલું થયું કે ગણતરીના કલાકોની અંદર તેણે એક કરોડ વ્યુઝ પાર કરી નાંખ્યા. વત્તા, સિલેબ્રિટીઓએ એના પર વીડિયો બનાવ્યા એ અલગથી! ઘણી વખત સાલું આશ્ચર્ય થાય, નહીં? ભારતમાં કેવા કેવા કોન્ટેન્ટ રાતોરાત વાયરલ થઈ જાય છે!

- Advertisement -

રાહુલ બબુઆ, કિધર ચલે?

કોંગ્રેસપક્ષ અને રાહુલ ગાંધી તરફથી ભારતની જનતાને નિયમિતપણે અવનવું કોન્ટેન્ટ મળી રહે છે. આજ વખતે એમણે ફરી સાબિત કરી આપ્યું કે, ભારતના નાગરિકોએ કોંગ્રેસના હાથમાં દેશની ધુરા ન સોંપીને સમજદારીપૂર્વકનો નિર્ણય કર્યો છે. બન્યું એવું કે કોંગ્રેસ સ્થાપના દિવસ પર રાહુલ બાબા ગેરહાજર હતાં. પછીથી ખબર પડી કે એ તો ઇટાલી પહોંચી ગયા છે! દિલ્હીમાં આંદોલન કરી રહેલાં ખેડૂતો પણ રાહુલ બાબાના આ પગલાંથી નારાજ થઈને બોલ્યા કે, ‘કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી તરફથી આ સમય પર અમને સૌથી વધુ સપોર્ટની જરૂર છે, ત્યારે અમે એકલા પડી ગયા છીએ.’ વળી, કોંગ્રેસ સ્થાપના દિવસ પર એના સૂત્રધારની ગેરહાજરી બિલ્કુલ યોગ્ય નથી. એમના જ પક્ષના લોકોએ બાદમાં સફાઈ આપતાં કહ્યું, રાહુલ બાબા પોતાના અંગત કામ માટે ઇટાલી ગયા છે, બહુ જલ્દી પાછા આવી જશે. પણ ભારતીયોને તો મીમ્સ અને જોક્સ બનાવવા માટેનું બહાનું મળી ગયું. બિચારા રાહુલ બાબા ભયંકર ટ્રોલ થયા. ઇટાલી બેઠા બેઠા વિચારતા હશે, ‘સાલું કયા કાળ ચોઘડિયે આ વેકેશન લેવાનો નિર્ણય બનાવ્યો!?’

અનિલ કપૂરના ગળે ગાળિયો!

નેટફ્લિક્સ પર આ અઠવાડિયે એક સરસ એક્સપેરિમેન્ટલ ફિલ્મ રીલિઝ થઈ: એ.કે. વર્સેસ એ.કે. (અનુરાગ કશ્યપ વર્સેસ અનિલ કપૂર)! તદ્દન નવા પ્રકારની અને હટકે કહી શકાય એવી આ ફિલ્મ રીલિઝ થતાં પહેલાં વિવાદોમાં ફસાઈ ગઈ. તેના ટ્રેલરમાં અનિલ કપૂર એરફોર્સનો યુનિફોર્મ પહેરીને ડ્રામેબાજી અને મારામારી કરતો નજરે ચડે છે. આ જોઈને ભારતીયોનું દિલ ફરી પાછું હર્ટ થઈ ગયું. અનિલ કપૂરની આ ફિલ્મ બોયકોટ્ટ કરવા અને તેના પર રોક લગાવવાની માંગ ઉઠવા લાગી. એરફોર્સ દ્વારા પણ આ મામલે ખુલાસો કરવાની ડિમાન્ડ આવી. નાછૂટકે અનિલ કપૂરે સ્ક્રીન પર બે હાથ જોડીને ભારતીયોને કહ્યું કે, ‘અરે બાપલિયા, પહેલાં ફિલ્મ તો જુઓ, પછી વાદ-વિવાદ ઉભો કરજો. હું મારા એરફોર્સના ભાઈઓનું ખૂન સન્માન કરું છું, એમના માટે મને ગર્વ છે. વળી, આ ફિલ્મમાં હું કોઈ એરફોર્સ ઑફિસરનો કિરદાર નથી નિભાવી રહ્યો.’ ત્યારે છેક એ વિવાદ ટાઢો પડ્યો અને ફિલ્મ રીલિઝ થયા બાદ લોકોને ધરપત થઈ.

બ્રિટનની એક્ઝિટ!

2016ની સાલથી આખું બ્રિટન જે મુદ્દે ધણધણતું હતું, એ મુદ્દો એટલે: બ્રેક્ઝિટ! જે મૂળે બે શબ્દ ‘બ્રિટન’ અને ’એક્ઝિટ’ એવા બે શબ્દોનો બનેલો સંધિશબ્દ છે. બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝિટનો મુદ્દો ઉકેલવામાં નિષ્ફળ પૂરવાર થયા હતાં. ઘણા વર્ષોથી બ્રિટનની ડિમાન્ડ એવી હતી કે, યુરોપિયન સંઘમાંથી એમને મુક્તિ મળે. યુરોપિયન સંઘમાં કુલ 27 દેશોનો સમાવેશ થાય છે, જેના નાગરિકોને યુરોપિયન દેશોમાં ફરવા માટે કે નોકરી મેળવવા માટે કોઈ વિઝા નથી લેવા પડતાં. આથી બ્રિટનના નાગરિકોની ફરિયાદ હતી કે યુરોપના બાકીના દેશોના લોકો બ્રિટન આવીને એમના હિસ્સાની નોકરીઓ છીનવી લે છે. આથી બ્રિટન પોતે યુરોપિયન સંઘમાંથી મુક્ત થવા માંગતું હતું. બ્રિટનના હાલના વડાપ્રધાન બોરિસ જોહ્નસને શપથ વખતે જ ત્યાંના નાગરિકોને વાયદો કર્યો હતો કે 2019ના ઑક્ટોબર મહિના પહેલાં બ્રેક્ઝિટ ડીલ ફાઇનલ થઈ ગઈ હશે. પરંતુ એમાં મોડું થયું. છેવટે આ અઠવાડિયે બોરિસ જોહ્નસને ટ્વિટર પર બ્રેક્ઝિટ ડીલની જાહેરાત કરી, જેના કારણે સોશિયલ મીડિયા પર વર્લ્ડવાઇડ બ્રેક્ઝિટ ડીલની ચર્ચા ચાલતી રહી.

- Advertisement -

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 59 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સુરતની 9 સ્કૂલો બંધ કરાઇ
Next Article હેલ્ધી હેર જોઈએ છે? સરગવો, બેરી અને કઠોળ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

“બોહેડ વ્હેલનું રહસ્ય: શું વ્યક્તિનું આયુષ્ય 200 વર્ષ સુધી વધશે?”

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
SCIENCE-TECHNOLOGY

iPhone યુઝર્સ માટે ખુશખબર: ચિપ અને મટિરિયલના ભાવ વધ્યા હોવા છતાં iPhone 18 આવશે iPhone 17 જેટલી જ કિંમતે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?