પાંચ રાજ્યો- પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી 2022- સાત તબક્કામાં યોજાશે.
જે 10 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી શરૂ થશે, ભારતના ચૂંટણી પંચે શનિવારે જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટેનું બ્યુગલ વાગી ચુક્યું છે.
કોરોનાના પડકાર, વધી રહેલા ઓમિક્રોનના જોખમ વચ્ચે ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી છે અને આ સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.
- Advertisement -
સીઈસી સુશીલ ચંદ્રએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, આ વખતે 5 રાજ્યોના 690 વિધાનસભા ક્ષેત્રો માટે ચૂંટણી થશે. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય કોવિડ સેફ ઈલેક્શન કરાવવાનો છે અને કોરોના કાળમાં ચૂંટણી યોજવી તે એક પડકાર સમાન છે.
સીઈસી સુશીલ ચંદ્રએ જણાવ્યું કે, 5 રાજ્યોની ચૂંટણીમાં કુલ 18.34 કરોડ મતદારો છે જેમાં સર્વિસ મતદારોનો પણ સમાવેશ થાય છે. તેમાં 8.55 કરોડ મતદારો મહિલા છે. જ્યારે કુલ 24.9 લાખ મતદારો પોતાના મતાધિકારનો પ્રથમ વખત પ્રયોગ કરશે. તેમાં 11.4 લાખ યુવતીઓ પ્રથમ વખત મતદાર બની છે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે જેથી લોકોને સુવિધા રહે. બૂથ પર સેનિટાઈઝર, માસ્કની વ્યવસ્થા રાખવામાં આવશે.
– 1620 પોલિંગ સ્ટેશન પર માત્ર મહિલા કર્મચારીઓ હશે.
- Advertisement -
– તમામ પોલિંગ સ્ટેશન પર વ્હીલચેરની સુવિધા રાખવામાં આવશે.