ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાઈ : 20 જેટલા મુસાફરો ઘાયલ
ખાસ-ખબર સંવાદદાતા
ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે એક ભયાનક રોડ એક્સિડન્ડ થયો છે, જેમાં 15નાં મોત થયાં છે. પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે ગેસ-સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે અથડાઈ છે. બસમાં 40થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા, તેમાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીના ફુરચા ઊડી ગયા છે. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કૃષ્ણા રજત બસ અને LPG સિલિન્ડર્સ ભરેલી ટ્રક એટલી જોરથી અથડાઈ હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
- Advertisement -



