WHOના ચીફ સાયન્ટીસ્ટ સૌમ્યા સ્વામીનાથનની ચેતવણી, ભારતમાં કોરાના મહાવિસ્ફોટ થશે.
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી જ ગઈ છે તે નિશ્ચિત કરતા સતત વધી રહેલા પોઝીટીવમાં હવે આગામી બે સપ્તાહમાં દેશમાં કોવિડનો મહાવિસ્ફોટ થવાનો ભય નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે અને કોરોના જંગલની આગની જેમ ફેલાઈ જશે તેવો ભય આવ્યો છે. જાહેર આરોગ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દેશમાં જે રીતે પોઝીટીવ સંક્રમણ વધી રહ્યું છે તે આગામી બે સપ્તાહમાં ભારતને એક મોટી ચિંતામાં મુકી શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ સાયન્ટીસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ખરેખર ચિંતા કરવા માટે આપણી પાસે અનેક કારણો છે. આપણી આરોગ્ય વ્યવસ્થા દાવ પર લાગી શકે છે અને એકી સાથે મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમીત બને તો વ્યવસ્થા ટુંકી પડશે. તેઓએ ટવીટ કરીને કહ્યું કે જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા આ શકયતા વધુ મજબૂત બની છે. મંગળવારે 58000થી વધુ નવા કેસ નોંધાયા છે અને કેસ વધશે તો કુલ સંક્રમીતના 4થી6%ને હોસ્પીટલમાં દાખલ થવાની જરૂર પડશે. જો કે બીજી લહેર કરતા આપણે આ ત્રીજી લહેરમાં વધુ સારી તૈયારી સાથે આગળ વધી રહી છે.
- Advertisement -
અશોકા યુનિ.ના ફિઝીકલ અને બાયોલોજીના પ્રોફેસર ગૌતમ મેનને કહ્યું કે, આગામી 10 દિવસ મહત્વના છે.
દિલ્હી, મુંબઈ, કોલકતામાં કેસ વધી રહ્યા છે તે સ્થિતિ આપણે દ.આફ્રિકા અને યુરોપમાં જોયું છે અને આપણને તેમાં સ્થિતિની ગંભીરતા જોવી જોઈએ. દિલ્હીમાં ગઈકાલે જ જાહેર થયું કે જે કેસ વધ્યા છે તેમાં 84% ઓમિક્રોનના છે તે ચિંતા હોવી જોઈએ.



