દિલ્હીના શખ્સે ચોરેલા મોબાઈલથી ત્રણ દિવસમાં અલગ-અલગ સ્થળેથી રોકડ ઉપાડયાની ફરિયાદ
ત્રણ દિવસ કામ કરીને મોડી રાત્રે વેપારીને ઊંઘતા રાખી શખ્સ મોબાઈલ લઈને નાસી છૂટ્યો હતો
- Advertisement -
રાજકોટમાં પાણીપુરીના ધંધાર્થીનો મોબાઈલ ચોરી ત્રણ દિવસમાં વેપારીના ખાતામાંથી 5.56 લાખ ઉપાડી લઈ દિલ્હીના શખ્સે આચરેલા કૃત્ય અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોબાઈલ ચોરી ત્રણ દિવસમાં અલગ-અલગ સ્થળેથી બેંક ખાતામાંથી રોકડ ઉપાડી લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મૂળ એમપીના હાલ રાજકોટમાં રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતાં અને છેલ્લા આઠેક વર્ષથી રાજકોટ ખાતે પાણીપુરીનો વેપાર કરતા મનોજ સંતોષીલાલ બાથમ ઉ.50એ દિલ્લીના પુનીત નામના શખ્સ સામે યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમની સાથે અહીં અન્ય બીજા સાત લોકો સાથે રહે છે જેઓને વ્યવસાય અર્થે પગાર પર રાખેલા છે અગાઉ સાતેક વર્ષ મુંબઇ મહારાષ્ટ્ર ખાતે પાણીપુરી વેપાર કરતો હતો અને ત્યા પણ સાથે માણસો કામ કરતા હોય તેમાથી આકાશ નામનો છોકરો સાથે કામ કરતો હતો. આશરે બે મહિના પહેલા આ આકાશનો ફોન આવેલ કે, કામ માટે માણસોની જરૂર હોય તો હું ત્યા માણસો લઈને આવુ તેમ કહેતા આકાશને કહેલ કે, મારે એક માણસની જરૂર છે, તો તેણે કહેલ કે, હુ અને મારો મિત્ર પુનિત બન્ને આવશું બાદ તા.12/10ના આકાશ અને તેનો મિત્ર પુનિત રાજકોટ આવેલ અને તેઓએ એક દિવસ કામ કરેલ બાદ તા.14/10 રોજ વેપારી કામ પર હતો ત્યારે આ આકાશ બપોરના સમયે જાણ કર્યા વગર કામ પરથી જતો રહેલ અને સાંજે પરત આવી ગયો હતો. જ્યારે ફરીયાદી રાત્રીના સમયે ઘરે પરત આવી પોતાનો મોબાઈલ ફોન બાજુમાં રાખી સુઈ ગયેલ બાદ સવારે ઊઠી બાજુમાં રાખેલ મોબાઇલ જોતા તે જગ્યા પર મોબાઇલ જોવામા આવેલ નહી જેથી ઘરમાં તપાસ કરતા મોબાઇલ ક્યાય મળી આવેલ નહિ અને સાથે રહેતો પુનિત પણ ત્યા હાજર ન હતો.




