ભાજપ લીગલ સેલ રાજકોટ મહાનગરના વકીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી
પૂર્વ ડીજીપી ગિરીશભાઈ ભટ્ટ સહિત સિનિયર ધારાશાસ્ત્રીઓ અને મહિલા વકીલોની વિશેષ ઉપસ્થિતિ
- Advertisement -
રાજકોટના અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ‘અરાજકતા હટાવો, દેશ બચાવો’ના અનુસંધાને પ્રમુખ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ, રાષ્ટ્રીય પ્રવક્તા અને રાષ્ટ્રીય નેતા સંબિત પાત્રા ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના સંબોધનને સાંભળવા માટે મોટી સંખ્યામાં નાગરિકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ભાજપ લીગલ સેલ રાજકોટ મહાનગર દ્વારા મળેલા આમંત્રણને માન આપી લીગલ સેલ સાથે સંકળાયેલા બહોળી સંખ્યામાં વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાયદાકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓથી લઈને યુવા વકીલો સુધીના પ્રતિનિધિઓની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમમાં પૂર્વ ડીજીપી તથા સિનિયર એડવોકેટ ગિરીશભાઈ ભટ્ટ, એસ.કે. વોરા, લીગલ સેલના પ્રદેશ કારોબારી સભ્ય કિશોરભાઈ સખીયા, રાજકોટ મહાનગર સંયોજક પિયુષભાઈ શાહ, સહસંયોજક કમલેશભાઈ ડોડીયા, સિનિયર એડવોકેટ અર્જુનભાઈ પટેલ, પી.સી. વ્યાસ, બકુલભાઈ રાજાણી, દિલેશભાઈ શાહ, અજયભાઈ જોશી, મુકેશભાઈ દેસાઈ, સી.એચ. પટેલ અને આબિદભાઈ શોષા સહિતના ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની બાગ-બગીચા સમિતિના ચેરમેન રક્ષિતભાઈ કલોલ, લાઇટિંગ સમિતિના ચેરમેન પરેશભાઈ ઠાકર, સંદીપ વેકરીયા, તરુણભાઈ માથુર, અનિલભાઈ ગોગિયા અને કિરીટભાઈ નકુમ સહિતના આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. સંમેલનમાં વકીલ મિત્રોની બહોળી સંખ્યામાં હાજરી સુનિશ્ચિત કરવા માટે જયસુખભાઈ બારોટ, દિલસુખભાઈ રાઠોડ, નુપેનભાઈ ભાવસાર, યશ ચોલેરા, નિશાંત જોશી, હિરેનભાઈ ડોબરીયા, શિવરાજસિંહ ઝાલા અને બાલાભાઈ શેફાત્રા સહિતના કાર્યકરોએ મહેનત કરી હતી. તેમની સાથે નિવેદભાઈ પારેખ, પ્રશાંતભાઈ પટેલ, દીપ વ્યાસ, અક્રમ સુમરા, જીતેન્દ્ર ગીરી ગોસ્વામી, કૈલાશભાઈ મૈયડ, હેમાંશુ પારેખ અને મોહિત ઠાકર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા ધારાશાસ્ત્રીઓની હાજરી પણ નોંધપાત્ર રહી હતી. મહિલા ધારાશાસ્ત્રી હિરલબેન જોશીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં મહિલા વકીલ બહેનોએ સંમેલનમાં હાજરી આપી હતી. આ રીતે કાયદાકીય ક્ષેત્રના વિવિધ વયજૂથ અને વર્ગના પ્રતિનિધિઓની સહભાગિતાએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સંબોધન સાથે નાગરિક સંમેલનના મુદ્દાઓ પર ઉપસ્થિતોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભાજપ લીગલ સેલ રાજકોટ મહાનગરના વકીલ મિત્રો, હોદ્દેદારો અને કાર્યકરોની સામૂહિક ઉપસ્થિતિથી કાર્યક્રમમાં સંગઠનાત્મક સહભાગિતાનો માહોલ જોવા મળ્યો હતો.




