રાજકોટમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવ બાદ પોલીસ એક્શનમાં
ડમડમ હાલતમાં નીકળેલા બે ડઝન પૈકી 21 વાહન હંકારી નીકળ્યા હતા
- Advertisement -
શહેરમાં કાયદો અને વ્યવસ્થાથી કથળી હોય તેમ શુક્રવારે એક જ દિવસમાં જુના મોરબી રોડ પર પતિએ છરીના ઘા ઝીંકી પત્નીની અને ગાંધીગ્રામમાં યુવકની સામુ જોવાના મામલે સરાજાહેર હત્યાના બનાવ બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં અસામાજિક તત્વો પર અંકુશ લગાવવા પોલીસ દ્વારા શનિવારે કોમ્બિંગ નાઈટ યોજી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વાહન ચેકીંગ દરમ્યાન છરી અને નશો કરી કુલ ૪૪ આરોપીઓને ઝડપી લીધા હતા.
છરી રાખી ભયનો માહોલ ફેલાવતા ૨૦ શખ્સો પૈકી સૌથી વધુ ૫ શખ્સો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયા હતા. આ ઉપરાંત આજીડેમ અને બી-ડિવિઝનમાંથી ૩-૩, એ-ડિવિઝન અને ગાંધીગ્રામમાંથી ૨-૨ તેમજ માલવિયાનગર, કુવાડવા રોડ, યુનિવર્સિટી, પ્રધુમનનગર અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૧-૧ શખ્સની ધરપકડ કરાઈ હતી. તેમજ નશા કરી નીકળેલા ૨૪ શખ્સોમાંથી ૨૧ ચાલકો બાઈક અને કાર ચાલકો ઝપટે ચડી ગયા હતા. જેમાં તાલુકા, આજીડેમ અને ભક્તિનગર વિસ્તારમાં નશાખોરીના સૌથી વધુ કેસ નોંધાયા છે.



