જન્નત-2થી ડેબ્યૂ કરનારી ઈશા ગુપ્તા આજે પણ લોકોના ફેવરિટ લિસ્ટમાં શામેલ
ખાસ-ખબર સંવાદદાતા
બોલીવુડની સુપરબોલ્ડ એક્ટ્રેસ જન્નત-2થી ડેબ્યૂ કરનારી ઈશા ગુપ્તા આજે પણ લોકોના ફેવરિટ લિસ્ટમાં શામેલ છે. ઈશાને તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણવામાં આવે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના શાનદાર ફોટો શેર કરે છે. ત્યારે હવે ઈશાએ બોલીવુડના કડવા સત્ય વિશે ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, કેવી રીતે એક પ્રોડ્યૂસર સાથે સૂવાની મનાઈ કરતા તેમને ફિલ્મમાંથી બહાર કાઢવામાં આવ્યા. ઈશા ગુપ્તાએ હાલમાં જ બોલીવુડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈન્ડસ્ટ્રીઝના કડવા સત્યને ઉજાગર કર્યું હતુ.
ઈશાએ કહૃાું કે, બોલીવુડના એક જાણીતા પ્રોડ્યૂસરે મને એટલા માટે ફિલ્મમાંથી બહાર કાઢી કેમ કે, મે તેમની સાતે સૂવાની ના પાડી. તેમને કહૃાું કે, સ્ટ્રગલના દિવસોમાં મેકઅપ આર્ટિસ્ટની સાથે રૂમ શેર કરતી હતી. મે તે માટે બહાનું કાઢ્યું હતું કે, હું નવી છું એટલા માટે અહીં એકલી નહીં સૂઈ શકું. હકીકતમાં હું કોઈ ભૂત-પ્રેતથી નહીં પણ એક માણસથી ડરતી હતી. ઈશાએ પોતાના ડર વિશે જણાવતા કહૃાું કે, મે એક માણસનું ખરાબ રૂપ જોયું હતું. જેનાથી હું ખુબ જ ડરી ગઈ હતી. ફિલ્મની શૂટિંગ વચ્ચે જ પ્રોડ્યૂસરે કહૃાું કે, તેઓ મારી સાથે હવ કામ કરવા નથી માગતા. ત્યાં સુધી હું પાંચ દિવસનું શૂટિંગ કરી ચૂકી હતી. મેં તેમની સાથે એક બેડરૂમમાં સૂવાની ના પાડતા તેમને મારી સાથે કામ કરવાની મનાઈ કરી હતી. ઈશાની માનીએ તો આ મામલામાં સ્ટારકિડ્સને ફાયદો થાય છે. તેમને કહૃાું કે, હું સીધે સીધું કહી જ કહેવા નથી માગતી. અને સમસ્યા એ છે કે, જો તમે કંઈ બોલ્યા તો પણ મુશ્કેલી તમારે જ વેઠવી પડે છે.
- Advertisement -



