બેડી માર્કેટિંગ યાર્ડ સહિત જિલ્લામાં 73 સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં હજારો ખેડૂતો ઉમટ્યા
બનાસકાંઠાના ભીલડી ખાતે આયોજિત વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળ્યું
- Advertisement -
રાજકોટ જિલ્લામાં આજે ૭૩ સ્થળોએ ‘પી.એમ. કિસાન ઉત્સવ’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લાના ૧.૯૫ લાખ ખેડૂતોના બેન્ક ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૪મા હપ્તા પેટે રૂ.૩૯ કરોડ જેવી રકમ જમા થઈ હતી. આ ધનલાભથી ખેડૂતોને જાણે આગોતરી દિવાળી આવી હોય એવો અહેસાસ થયો હતો.પી.એમ. કિસાન સન્માન દિવસનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયાની અધ્યક્ષતામાં આજે બેડી એ.પી.એમ.સી. માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ સાથે જિલ્લા પંચાયતની દરેક બેઠક દીઠ બે કાર્યક્રમ મળીને જિલ્લામાં કુલ ૭૩ સ્થળોએ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો, પશુપાલકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આ તમામ સ્થળોએ લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો સહિત અનેક લોકો વર્ચ્યુઅલી સહભાગી થયા હતા.આ તકે સિનિયર કૃષિ વૈજ્ઞાનિક ડૉ. ડી.એસ. હીરપરાએ ખેતી વિશે ઉપયોગી માહિતી આપી હતી. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું હતું.




