‘ચીલ્ડ’ પીણાંના નામે પડતર માલ વેચતી હરિયોગી લાઈવ પફમાં મનપાના દરોડા
દિવાળી ટાણે રાજકોટ મનપાની તવાઈ: 46 પેઢીઓમાં ચેકિંગ, 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ અને 12 સેમ્પલ લેવાયા
- Advertisement -
પરાબજારમાં ‘માં વૈષ્ણવી કેળાં વેફર’માંથી 10 કિલો દાજિયું તેલ ઝડપાયુઃ મનપાએ સ્થળ પર જ નાશ કરી ફટકાર્યો દંડ
જો તમે પણ બહાર જઈને મનફાવે ત્યાં ઠંડા પીણાં પીવાના શોખીન હોવ તો સાવધાન થઈ જવાની જરૂર છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તહેવારો નિમિત્તે હાથ ધરાયેલી ચેકિંગ ડ્રાઈવમાં જાણીતા ખાણીપીણીના એકમમાં બેદરકારી સામે આવી છે.કાલાવડ રોડ પર એ.જી. ચોક, પુષ્કરધામ રોડ કોર્નર સ્થિત ‘હરિયોગી લાઈવ પફ’માં ફૂડ સેફ્ટી ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અહીંથી કોઈ પણ પ્રકારના લેબલ વગરનો અને પડતર હાલતમાં રહેલો 12 લિટર અખાદ્ય ઠંડા પીણાંનો જથ્થો મળી આવ્યો હતો. આ પીણાં લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે તેમ હોવાથી ટીમે તાત્કાલિક સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો.લાખના બંગલા રોડ પરના ‘જય દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી’માં ખાદ્યચીજોનું યોગ્ય સ્ટોરેજ ન હોવાથી અને અસ્વચ્છતા બદલ રૂ. 1,000/- દંડ સાથે નોટિસ આપવામાં આવી હતી. ગાંધીગ્રામના ‘શ્રી બાલાજી ફરસાણ માર્ટ’માં વપરાતા ખાદ્ય તેલ કે ઘીનો પ્રકાર દર્શાવતું બોર્ડ ન લગાવવા અને મીઠાઈ પર ફરજિયાત ‘યુઝ બાય ડેટ’ ન દર્શાવવા બદલ સંચાલકને નોટિસ આપી રૂ. 1,000/- નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો, જ્યારે કાલાવડ રોડ પર આવેલી ‘આશાપુરા હોટલ’માં ફૂડ સેફ્ટી લાઈસન્સ ન દર્શાવવા બદલ તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી હતી. આમ, તંત્રની આ આકરી કાર્યવાહીથી નિયમો નેવે મૂકી ધંધો કરતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત, પેઢી દ્વારા ફૂડ સેફ્ટીનું માન્ય લાઇસન્સ પ્રદર્શિત કરવામાં ન આવતાં સંચાલકને નોટિસ ફટકારવામાં આવી હતી અને સ્થળ પર જ રૂ. 1,000 નો વહીવટી ચાર્જ (દંડ) વસૂલ કરવામાં આવ્યો હતો. બહાર મળતાં લોકલ કે વગર લેબલના શંકાસ્પદ ઠંડા પીણાં પેટના ગંભીર રોગો નોતરી શકે છે, રામેશ્વર ચોક (નાણાવટી મેઇન રોડ) અને લાખના બંગલા રોડ પર આવેલા વિશ્વાસ પ્રોવિઝન, હિંગળાજ ફાસ્ટ ફૂડ, ધ ગીર દેશી ભાણું, ચામુંડા ફરસાણ, યોનો ફાસ્ટ ફૂડ, ગુજ્જુ ગ્રીલ, જલારામ વેફર્સ, પૂજા પાણીપુરી, સર્વોત્તમ બેકરી, લક્ષ્મી પાંવભાજી, શ્રી ગાયત્રી ડેરી, વિનોદ મેડિકલ, પંચનાથ ફરસાણ સહિત કુલ 36 જેટલા પ્રોવિઝન સ્ટોર્સ, ડેરી, પાન શોપ અને ખાણીપીણીના એકમોમાં સ્થળ-તપાસ કરી જરૂરી સુધારાની સૂચનાઓ આપવામાં આવી હતી.
- Advertisement -




