નીતિન ગડકરીની મોટી જાહેરાત
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પીડિંગ રાહત આપી છે. તેમણે જાહેરાત કરી છે કે હવે એક્સપ્રેસવે પર 120 kmph સુધીની ઝડપે ગાડી ચલાવવા પર કોઈ મેમો નહીં ફાટે. આ જ નક્કી કરેલી સ્પીડ લિમિટથી ૨૦% વધુ સ્પીડ પર પણ રાહત આપવાની વાત કહી છે, જેથી બિનજરૂરી દંડમાંથી વાહન ચાલકોને મુક્તિ મળી શકે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે જેવા મોટા હાઇવે પર વાહનચાલકોને મળતી બિનજરૂરી મેમો નોટિસ ઘટાડવા માટે આ સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘મેં નિર્દેશ આપ્યો છે કે 120 kmph સુધીની ઝડપ માટે કોઈ નોટિસ મોકલવામાં ન આવે. આ સિવાય જો કોઈ 120 kmphથી ૨૦% વધુ સ્પીડ (એટલે કે લગભગ 144 kmph સુધી) પર પણ વાહન ચલાવે છે, પણ તેમને દો. ચલાવે ત્યારે જ ભારે દંડ લગાવવો જોઈએ. જોકે, આ વાત નિયમોના અમલીકરણના સંદર્ભમાં હતી, સ્પીડ ગાડી લિમિટમાં કોઈ સત્તાવાર ફેરફાર તરીકે નહીં. આ સિવાય ગડકરીએ E20 પેટ્રોલ સામે થઈ રહેલી ટીકાઓ અને વિરોધ પ્રદર્શનોને ‘પેઇડ પ્રોપેગેન્ડા’ (નાણાં આપીને ચલાવાતો પ્રચાર) ગણાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ૨૦૨૨થી દેશમાં ૪ કરોડ કાર અને ૨૦ કરોડ ટૂ-વ્હીલર્સ E20 ફ્યુઅલ પર ચાલી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ‘શું અત્યાર સુધી કોઈની ગાડી ખરાબ થઈ છે?’ તેમની આ ટિપ્પણી મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, ૧૯૮૯માં કરેલા સુધારાના એક દિવસ બાદ આવી છે, જે અંતર્ગત હવે ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોને ૧૦૦% ઇથેનોલ (E100) પર ચાલવાની મંજૂરી પણ મળી ગઈ છે.
- Advertisement -
Al-આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પર ભાર
કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગ જગતને એક અઈં-આધારિત એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (અઝખજ) લાગુ કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. આ નવી સિસ્ટમથી અધિકારીઓને લેન-શિસ્તના ઉલ્લંઘનને પકડવામાં અને દેશના વધી રહેલા હાઇવે નેટવર્ક પર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં મોટી મદદ મળશે.




