આદિ કવિ શ્રી મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ ખાતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરવામાં આવી હતી. સોમવાર, ૨૬ ઓક્ટોબરના રોજ સર્કિટ હાઉસ નજીક આવેલા શારદા બાગ સ્થિત મહર્ષિ વાલ્મિકીની પ્રતિમા સમક્ષ સાંસદ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મસ્તક નમાવી પ્રણામ કર્યા હતા.આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને સંગઠનના વિવિધ હોદ્દેદારોએ પણ મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી તેઓના વિચારો અને જીવનમૂલ્યોને યાદ કર્યા હતા.
રાજકોટમાં મહર્ષિ વાલ્મિકી જયંતિની ઉજવણી: મનપાના પદાધિકારીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી નમન કર્યા

You Might Also Like
Follow US
Find US on Social Medias



