જ્યારે ક્ષતિઓ કે અન્ય કારણોસર 1598 અરજીઓ રદ: કુલ 7389માંથી 7323 અરજીઓનો નિકાલ કરાયો
જેતપુર શહેરમાં સૌથી વધુ 593 અને જામકંડોરણામાં 413 અરજીઓ મંજૂર
- Advertisement -
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓ અને શહેરી વિસ્તારોમાંથી મળેલી કુલ ૭,૩૮૯ અરજીઓ સામે તંત્ર દ્વારા ૭,૩૨૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી અરજીઓમાંથી ૫,૩૧૪ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે ક્ષતિઓ કે અન્ય કારણોસર ૧,૫૯૮ જેટલી અરજીઓ નામંજૂર કરવામાં આવી છે.અહેવાલ મુજબ, સૌથી વધુ ૧,૫૮૬ અરજીઓ રાજકોટ શહેર (દક્ષિણ) વિસ્તારમાંથી નોંધાઈ હતી, જેમાંથી ૧,૩૬૬ અરજીઓ મંજૂર અને ૧૧૦ અરજીઓ રદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાંથી મળેલી ૧,૧૩૮ અરજીઓમાંથી ૫૮૮ મંજૂર અને ૪૨૭ અરજીઓ રદ કરાઈ છે. રાજકોટ શહેર (પશ્ચિમ)માં પ્રાપ્ત ૧,૦૪૪ અરજીઓમાંથી ૫૭૨ મંજૂર અને ૪૨૩ રદ થઈ છે. રાજકોટ શહેર (પૂર્વ)માં ૮૫૩ અરજીઓમાંથી ૫૫૦ મંજૂર તથા ૨૭૯ અરજીઓ રદ કરવામાં આવી છે.જિલ્લાના અન્ય તાલુકાઓની સ્થિતિ જોઈએ તો, જેતપુર શહેરમાં ૬૪૨ અરજીઓમાંથી ૫૯૩ મંજૂર, જામકંડોરણામાં ૪૪૪માંથી ૪૧૩ મંજૂર, જસદણમાં ૩૧૦માંથી ૨૬૫ મંજૂર, ઉપલેટામાં ૨૯૮માંથી ૨૩૮ મંજૂર અને ધોરાજીમાં ૨૭૪માંથી ૧૮૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ગોંડલ તાલુકામાં ૨૨૭માંથી ૧૭૭ અને ગોંડલ શહેરમાં ૨૨૫માંથી ૧૯૮ અરજીઓ મંજૂર થઈ છે. જ્યારે જેતપુર ગ્રામ્યમાં ૧૨૮માંથી ૫૯, વીંછીયામાં ૮૩માંથી ૫૬, કોટડા સાંગાણીમાં ૪૭માંથી ૭, લોધિકામાં ૪૫માંથી ૧૫ અને પડધરીમાં ૪૫માંથી ૨૯ અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
- Advertisement -




