28મા સ્થાનેથી સીધું બીજું સૌથી મોટું સપ્લાયર બન્યું
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રૂ.8,271 કરોડનો દારૂગોળો મોકલ્યો; નિકાસમાં 1,600 %નો જંગી ઉછાળો
- Advertisement -
ઇઝરાયલને ડ્રોન-હેલિકોપ્ટર પાર્ટ્સ પૂરા પાડવામાં ત્રીજા ક્રમે; 2 વર્ષમાં રૂ.630 કરોડના શસ્ત્રો સપ્લાય કર્યા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત એક મુખ્ય શસ્ત્ર નિકાસકાર દેશ તરીકે ઉભરી આવ્યું છે. ટ્રેડ ડેટા મોનિટરના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૨માં યુદ્ધ શરૂ થયા બાદ ભારતે યુરોપિયન દેશોને આર્ટિલરી અને મોર્ટાર શેલ સહિત કુલ Ħ૮,૨૭૧ કરોડનો દારૂગોળો સપ્લાય કર્યો છે. આ સાથે પૂર્વીય અને મધ્ય યુરોપમાં ભારતની સંરક્ષણ નિકાસમાં ૧,૬૦૦ ટકાનો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. ચાર વર્ષ અગાઉ યુરોપમાં શસ્ત્ર સપ્લાય મામલે ભારત ૨૮મા ક્રમે હતું, જે હવે દક્ષિણ કોરિયા બાદ યુરોપિયન ક્ષેત્રનો બીજો સૌથી મોટો દારૂગોળો સપ્લાયર દેશ બની ગયો છે. બીજી તરફ, માર્ચ ૨૦૨૬ સુધીના આંકડા મુજબ પશ્ચિમ એશિયામાં પણ ભારતનો દબદબો વધ્યો છે. ભારત ઇઝરાયલને વિમાન, હેલિકોપ્ટર અને ડ્રોનના પાર્ટ્સ સપ્લાય કરનારો ત્રીજો સૌથી મોટો વિદેશી દેશ બન્યો છે, જે ૨૦૨૩માં નવમા ક્રમે હતો. પાછલા બે વર્ષમાં ભારતે ઇઝરાયલને આશરે ₹૬૩૦ કરોડના શેલ, મોર્ટાર અને વિસ્ફોટકો પૂરા પાડ્યા છે, જે અગાઉના છ વર્ષના કુલ સપ્લાય જેટલા છે. સ્વીડનની સંસ્થા સિપરીના જણાવ્યા મુજબ, યુક્રેનની અવિરત જરૂરિયાતો અને યુરોપની સંરક્ષણ માંગણીઓ પૂરી કરવા માટે ભારત પાસેથી મોટા પાયે હથિયારો મંગાવવામાં આવી રહ્યા છે, કારણ કે ભારત પાસે મજબૂત અને વિકસિત સંરક્ષણ ઉત્પાદન માળખું છે. ભારતીય કંપનીઓ સીધા યુક્રેનને હથિયારો આપવાને બદલે યુરોપીય દેશોને વેચી રહી છે.
વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારતનો દબદબો
યુરોપમાં દારૂગોળાની અછત વચ્ચે ભારતીય ડિફેન્સ સેક્ટરે ૧,૬૦૦% નિકાસ વધારી દક્ષિણ કોરિયા પછી બીજું સ્થાન મેળવી વૈશ્વિક સ્તરે છાપ છોડી છે.




