21 ભારતીયો સવાર હતા, વિદેશ મંત્રાલયે જહાજો પરના હુમલા તાત્કાલિક રોકવાની અપીલ કરી
ઓક્ટોબરમાં ભારતીય નાવિકોવાળા જહાજો પર 5 હુમલા થયા
- Advertisement -
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતના ધ્વજવાળા ઓઈલ ટેન્કર ખ/ઝ અલ દસમા પર બુધવારે અજાણ્યા પ્રોજેક્ટાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. જહાજ પર ૨૧ ભારતીય નાવિકો સહિત અન્ય ક્રૂ મેમ્બરો પણ સવાર હતા. હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી હતી, જેને બાદમાં બુઝાવી દેવામાં આવી. તમામ ભારતીય નાવિકો અને અન્ય ક્રૂ મેમ્બરો સુરક્ષિત છે. ઓક્ટોબરમાં ભારતીય નાવિકોવાળા જહાજો પર હુમલાની આ પાંચમી ઘટના છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૧૧ ભારતીયો ઘાયલ થયા છે અને ૨ ભારતીયો ગુમ છે. પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષ વચ્ચે ભારતે વેપારી જહાજો અને તેના પર કામ કરતા નાવિકો પર થતા હુમલાઓ અંગે અનેક વખત ચિંતા વ્યક્ત કરી છે. ભારતે વેપારી જહાજો પરના હુમલાઓને કાનૂની અને નૈતિક, બંને દૃષ્ટિકોણથી ખોટા ગણાવ્યા છે. સરકારનું કહેવું છે કે સમુદ્રમાં કામ કરતા નાવિકોની સુરક્ષા અને દરિયાઈ માર્ગો પરથી જહાજોની અવરજવરની આઝાદી જાળવી રાખવી જરૂરી છે.
વિદેશ મંત્રાલયે વેપારી જહાજો, નાવિકો અને સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા માળખા પરના હુમલા તાત્કાલિક રોકવાની અપીલ કરી છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી વેપારી જહાજોની સુરક્ષિત અને અવરોધરહિત અવરજવર સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, ભારતીય નાવિકોને લગતી ઘટનાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ માટે જહાજોનું સંચાલન કરતી કંપનીઓ સાથે સંપર્ક જાળવી રાખવામાં આવી રહ્યો છે, જેથી નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. હોર્મુઝ સ્ટ્રેટમાં એક જહાજ દરિયાઈ બારૂદી સુરંગ સાથે અથડાઈને ડૂબી ગયું. જહાજમાં ૨૫૦૦ કન્ટેનર હતા. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સએ ૧૪ ઓક્ટોબરે આ માહિતી આપી હતી. અડના અહેવાલ મુજબ, અથડાયા બાદ જહાજમાં આગ લાગી હતી. રોયટર્સના જણાવ્યા અનુસાર ડૂબી ગયેલા જહાજનું નામ ત્રણજ પ્રાઇડ છે. તે સિંગાપોરના ધ્વજ હેઠળ સંચાલિત થઈ રહ્યું હતું અને તેમાં એક સમયે ૨,૮૨૪ કન્ટેનર લઈ જવાની ક્ષમતા હતી. જહાજનું સંચાલન ઞઅઊની એક કંપની પાસે હતું. યુદ્ધ શરૂ થયા બાદ આ પહેલી વાર છે, જ્યારે કોઈ જહાજ બારૂદી સુરંગ સાથે અથડાઈને ડૂબ્યું છે.




