D.H. ગ્રાઉન્ડમાં મૌલેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત; ખેલૈયા બહેનો પર ઇનામોની વર્ષા
રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ સ્થિત ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં સરગમ લેડીઝ કલબ આયોજિત પ્રતિષ્ઠિત ‘ગોપી રાસોત્સવ’માં નવરાત્રીનો માહોલ સોળે કળાએ ખીલ્યો છે. સંપૂર્ણ પારિવારિક અને સંસ્કારી વાતાવરણમાં યોજાતા આ અનોખા ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ મન મૂકીને ગરબે ઘૂમી રહી છે. ખેલૈયા બહેનોના ઉત્સાહ અને સુરક્ષાને નિહાળવા રાજકોટવાસીઓ પણ વિશાળ જનમેદની સાથે ઉમટી રહ્યા છે. આ રાસોત્સવનું મુખ્ય આકર્ષણ ધમાકેદાર ઓરકેસ્ટ્રા અને સુરીલા કલાકારોની જુગલબંધી છે. મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રાના સથવારે કી-બોર્ડ પ્લેયર તુષારભાઈ ગોસાઈ સાથે લોકપ્રિય ગાયક કલાકારો આસિફ જેરિયા, હેમંત પંડ્યા, નિલેષ પંડ્યા, પ્રિયા જોશી અને વિજયાબેન ટીમાણિયા માતાજીના પ્રાચીન તેમજ અર્વાચીન ગરબાની અદભુત રમઝટ બોલાવી રહ્યા છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી બહેનોને રોજેરોજ મહાનુભાવોના હસ્તે લાખો રૂપિયાના આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહિત કરાઈ રહી છે.
ચોથા નોરતે આ રાસોત્સવ નિહાળવા મૌલેશ પટેલ, માધવ દવે, કમલેશ મીરાણી, વિક્રમ પૂજારા, રાકેશ પોપટ, મધુ પટોળિયા, ડો. એમ. વી. વેકરીયા, શિવલાલ રામાણી, પ્રવીણ ધોળકિયા, નિકુંજ ધોળકિયા, કિરણ બાટવિયા, અતુલ શેઠ, રમેશ ઠક્કર, ઉષાબેન રામાણી, રમાબેન માવાણી, જયશ્રીબેન સેજપાલ, રશમીન પટેલ, ડિમ્પલબેન પટેલ, ડી. કે. સખીયા, અશોકસિંહ વાઘેલા, ગાયત્રીબા વાઘેલા, હિરેન કતિરા, તેજસ ભટ્ટી અને શિવલાલ બારસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. છઠ્ઠા નોરતે ધારાસભ્ય ઉદય કાનગડ, ધનરાજ જેઠાણી, રમેશ પટેલ, શંભુ પરસાણા, સ્મિત પટેલ, મુકેશ શેઠ, પ્રતાપ પટેલ, પિયુષ પારેખ, અશોક વૈષ્નાણી, નટુ ઉકાણી, મધુ પટોળીયા, બકિર ગાંધી, અશોક બાબરાવાળા, સાકેત આર્ય, શૈલેષ પાબારી, વિક્રમ જૈન, હારીત મહેતા, સુનીલ શાહ, તેજસ રાજદેવ, હરગોપાલસિંહ જાડેજા, કરશન આદ્રોજા, જમન ભાલાણી, રાજુ રૂપમ, ઈશ્વર ત્રાડા, ચંદુ મોલિયા, અશોક પટેલ, કમલેશ આંબલિયા, અશોક જોષી, અભિષેક ગઢિયા, કમલેશ રામાણી, સવજી પરસાણા, બિરેન વાળા, રાજુ પટેલ, જયેશ શાહ અને ભરત ગાજીપરા સહિતના અગ્રણીઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા સરગમ પરિવારના માર્ગદર્શક વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના નેતૃત્વ હેઠળ મૌલેશ ઉકાણી, ભરત સોલંકી, રાજભા ગોહિલ, જયસુખ ડાભી, રાજેન્દ્ર શેઠ, સુરેશ દેત્રોજા, કૌશિક વ્યાસ, કનૈયાલાલ ગજેરા, ધીરુ હિરાણી, શૈલેષ શેઠ, ભરત સોજીતરા, નિતિન ગોંડલિયા તેમજ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, નિશાબેન વડગામા, મીનાક્ષીબેન લિંબાસિયા, કલ્પનાબેન રાજ્યગુરુ, મિતાબેન વ્યાસ અને ડો. મધુરીકાબેન જાડેજા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.




