રાજકોટની ધોળકિયા સ્કૂલ દ્વારા આયોજિત પ્રાચીન ગરબીમાં રજૂ કરવામાં આવેલા અલૌકિક ‘ભૂવા રાસ’ દરમિયાન એક અદ્ભુત અને ભાવુક દૃશ્ય સર્જાયું હતું. રાસ દરમિયાન જ્યારે બાળાએ મા દુર્ગાનું ભવ્ય અને તેજસ્વીરૂપ
ધારણ કરીને સ્ટેજ પર પ્રવેશ કર્યો, ત્યારે ઉપસ્થિત અસંખ્ય ભાવિકો ભાવવિભોર બની ગયા હતા અને શ્રદ્ધાળુઓની આંખોમાંથી અશ્રુ વહી નીકળ્યા હતા. જગદંબા સ્વરૂપે પધારેલી બાળા સાથે અન્ય બાળાઓ પણ ભૂવા રાસમાં
માતાજીની ભક્તિમાં લીન થઈને ધૂણતી જોવા મળી હતી. સ્ટેજ પરનું આ વાતાવરણ એટલું આધ્યાત્મિક અને દિવ્ય બની ગયું સાક્ષાત હતું કે, લોકોને જાણે મા જગદંબાના દર્શન થઈ રહ્યા હોય અને માતાજી સ્વયં પરચા પૂરી
રહ્યા હોય તેવી તીવ્ર અનુભૂતિ થઈ હતી. પ્રથમ દિવસે રાજકોટના નામાંકિત કથાકારો અને ભૂદેવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ આપી હતી.
ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો




