ભવ્ય રાવલ : સીધી વાત
ગરબો એ મા શક્તિની આરાધના કરી તેમની સમીપ જવાનો એક પવિત્ર માર્ગ : ગરબો એટલે મા આદ્યશક્તિની ભક્તિમાં પ્રસ્તુત થતું એક પાવન ગુજરાતી લોકનૃત્ય
- Advertisement -
આશો-શારદીય નવરાત્રિ દરમિયાન થતા રાસ-ગરબા માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ આપણી ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાનું અભિન્ન અંગ
નોરતાંના મહાપર્વનું ધાર્મિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વથી પણ વિશેષ આ પર્વમાં નારીશક્તિ અને માતૃશક્તિના ગૌરવનું અત્યાધિક મહત્વ
‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યો તો એવું પણ કહેવાયું કે ‘દીપગર્ભા’ શબ્દમાંથી પૂર્વપદ ‘દીપ’નો લોપ થવાથી ‘ગર્ભા’ શબ્દ રહ્યો અને તેમાંથી અપભ્રંશ થઈને ‘ગરભો’ તથા ‘ગરબો’ શબ્દ પ્રચલિત બન્યો
- Advertisement -
કુંભ (ગરબા)માં પાડવામાં આવતા નવ છિદ્ર માનવદેહના નવ દ્વારનું પ્રતીક અને તેની અંદર પ્રગટાવવામાં આવતો દીવો આત્માની દિવ્ય જ્યોતનું સ્વરૂપ
રાસ-ગરબાની મધ્યમાં સ્થાપિત થતો ગરબો સમગ્ર જીવનનું પ્રતીક, સાથોસાથ તે સ્ત્રીઓની સ્વતંત્રતા અને અખંડ સૌભાગ્યનું પણ પ્રતીક
પ્રાચીન સમયમાં ગરબીની સ્થાપના કરતી વખતે તેની નીચે માટીમાં ઘઉંના જવારા વાવવામાં આવતા, એવી માન્યતા હતી કે જેના જવારા સારા ઊગે તેને ત્યાં સમગ્ર વર્ષ સુખ-સમૃદ્ધિ રહે
ગરબાને મધ્યમાં રાખીને ૧૦૮ વખત પ્રદક્ષિણા સ્વરૂપે તેની ફરતે ઘૂમવાથી સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા તેમજ શિવશક્તિની ઉપાસના કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય
ગરબામાં શૃંગાર, વીર, કરુણ, શાંત કે અદભુત રસનું સુંદર અને ભાવવાહી નિરૂપણ જોવા મળે : સદીઓ પૂર્વે રચાયેલા હરિવંશ પુરાણમાં શ્રીકૃષ્ણને રાસેશ્વર કહેવાયેલા
સ્ત્રી અને પુરુષ સાથે મળીને કે એકલા હાથમાં દાંડિયા લઈને રમે તેને રાસ કહેવાય, તાળીઓના તાલે સ્ત્રીઓ ઘૂમે તેને ગરબો કહેવાય, પુરુષો તાલબદ્ધ ઘૂમતાં ઘૂમતાં ગાય અને રમે તેને ગરબી કહેવાય
એક દ્રષ્ટિએ ગરબો ત્રિવિધ સ્વરૂપે પ્રગટે છે: સ્થાપનમાં છિદ્રાળુ દીપકુંભ એ ગરબો, કદમોમાં તાળીઓ સંગે ઘૂમવું એ ગરબો અને કંઠેથી વહેતી માતાજીની પદ-આરાધના એ પણ ગરબો




