શિયાળાની શરૂઆતમાં ઉનાળાનો અનુભવ
આગામી 7 દિવસ સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી
- Advertisement -
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતાં ભાદરવાનો તડકો આકરો બન્યો છે. હાલ રાજ્યમાં ગરમીનો પારો 39°Cને પાર જતાં બપોરના સમયે ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે 39.6°C સાથે રાજકોટ રાજ્યનું સૌથી
ગરમ શહેર રહ્યું. આ ઉપરાંત નવ શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી પાર રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેવાની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા
ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફ રહેવાની શક્યતા છે. પવનની ગતિ 15થી 20 કિમી પ્રતિકલાકની રહેશે. હાલ રાજ્યમાં પવન
ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફથી ફેંકાઈ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.6°C નોંધાયું હતું, જ્યારે ડીસા અને સુરેન્દ્રનગરમાં પણ તાપમાન 38.8°Cથી 38.6°C વચ્ચે રહ્યું હતું.
દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્યના) ચોમાસાની વિદાય રેખા મહારાષ્ટ્ર, ગોવા, તેલંગાણા અને ઓડિશાના બાકીના વિસ્તારોમાંથી આગળ વધી રહી છે. આગામી 3-4 દિવસ દરમિયાન પૂર્વ ભારત અને ઉત્તર દ્વીપકલ્પના વધુ વિસ્તારોમાંથી
ચોમાસું તબક્કાવાર વિદાય લે તે માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે.




