મુંબઈમાં ટ્રાયલમાં મળ્યું પોઝિટીવ રિઝલ્ટ : ટીસી દ્વારા લાંચ કે દુર્વ્યવહારના કિસ્સામાં પણ રોક લાગશે
રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ટિકીટ તપાસ દરમિયાન યાત્રીઓ અને ટિકીટ ચેકીંગ સ્ટાફ (ટીસી/ટીટીઈ) દરમિયાન થનારા વિવાદોને ઘટાડવા માટે વેસ્ટર્ન રેલવેએ નવી પહેલ શરૂ કરી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં ટિકીટ ચેકીંગ સ્ટાફને બોડી વોર્ન કેમેરા લાગેલી વિશેષ બ્લેક જેકેટ આપવામાં આવી છે. આ કેમેરામાં ટિકીટ ચેકીંગની પ્રક્રિયા અવાજની સાથે રેકોર્ડ થશે. જેથી યાત્રીઓ અને રેલવે કર્મચારીઓની જવાબદારી વધશે. રેલવે બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ લગભગ બે મહિના પહેલા આ પાયલોટ પ્રોજેકટ અંતર્ગત બે ટીસીને આવું જેકેટ પહેરાવીને ડયુટી પર લગાવાયા હતા. સારા પરિણામો આવ્યા બાદ મંગળવારે ૩૦ વધુ ટીસીને કેમેરા વાળું જેકેટ આપવામાં આવ્યું છે. ટિકીટ ચેગીંગ દરમિયાન યાત્રીઓને પણ બતાવવામાં આવી રહ્યું છે કે પુરી કાર્યવાહી કેમેરામાં રેકોર્ડ થઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે રેકોર્ડીંગની જાણ થયા બાદ યાત્રી ચેકીંગમાં વધુ સપોર્ટ કરી રહ્યો છે. જયારે ટિકીટ ચેકીંગ સ્ટાફના વ્યવહારમાં પણ સુધારો દેખાયો છે.
ટેલોર્લીંગ આથી લાંચ માંગવા કે દુર્વ્યવહાર જેવા આરોપોની સ્થિતિમાં પણ રેકોર્ડીંગ મહત્વના પુરાવાનું કામ કરશે. બાકી સ્થળો પર થશે વિસ્તારઃ રેલવે હવે આ પ્રોજેકટને સફળ માનીને તેને દેશના અન્ય વ્યસ્ત રેલવે સ્ટેશનો સુધી વિસ્તારવાની તૈયારી કરી રહ્યું છે. ભવિષ્યમાં ચાલતી ટ્રેનોમાં ડયુટી કરનારા ટીટીઈને પણ આવા બોડી વોર્ન કેમેરા જેકેટ ઉપલબ્ધ કરાવાશે.




