રામનાથદાદાના પરમ ઉપાસક અમિત રાઠોડ (MM) દ્વારા ભાવિકોને દર્શન માટે આહવાન
આજી નદીની દુર્ગંધથી રાહત માટે મંદિર પરિસરમાં સુગંધિત ફુવારા પણ મુકાયા
- Advertisement -
રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિર ખાતે ભાવિકોને વધુ સુગમ અને આરામદાયક રીતે દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રામનાથના પરમ
ઉપાસક અમિત રાઠોડ (MM) દ્વારા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ભાવિકોને રામનાથ મહાદેવના દર્શન કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે. રામનાથ મહાદેવના દર્શન માટે આવતા ભાવિકોને ભીડમાં અગવડ ન પડે અને તેઓ
વ્યવસ્થિત રીતે મંદિર સુધી પહોંચી શકે તે હેતુથી અલગથી દર્શન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ અંતર્ગત આશરે 1000 ફૂટ લાંબી ગ્રીલ નાખવામાં આવી છે. ગ્રીલની વ્યવસ્થાને કારણે ભાવિકોને લાઈનમાં ઊભા રહીને
ધક્કામુક્કી વિના સરળતાથી રામનાથ મહાદેવ સુધી પહોંચી દર્શન કરવાનો લાભ મળશે.
વર્તમાન ગરમી અને મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા ભાવિકોને ધ્યાનમાં રાખીને મંદિરના પટાંગણમાં ફુવારાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન માટે લાઈનમાં ઊભા રહેતા ભાવિકોને ગરમીમાં રાહત મળે અને
મંદિર પરિસરમાં ઠંડકભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રામનાથ મંદિર આસપાસ લાંબા સમયથી આજી નદીની ગંદકી અને તેના કારણે ફેલાતી દુર્ગંધનો પ્રશ્ન પણ ભાવિકો માટે
પરેશાનીનું કારણ બનતો આવ્યો છે. મંદિર ખાતે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને આ દુર્ગંધનો સામનો ન કરવો પડે તે માટે પણ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મંદિરના પટાંગણમાં સુગંધિત ફુવારાઓની વ્યવસ્થા કરવામાં
આવી છે. વિવિધ પ્રકારની સુગંધ ફેલાવતા આ ફુવારાઓના કારણે મંદિર પરિસરનું વાતાવરણ સુગંધિત બની રહે અને આજી નદી તરફથી આવતી દુર્ગંધની અસર ઓછી થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવિધ સુગંધથી
મંદિરનું પટાંગણ મહેકી ઊઠે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવિકો માટે સુવિધા વધારવાનો પ્રયાસ
રામનાથ મહાદેવના દર્શન માટે આવતા ભાવિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં ભગવાનના દર્શન કરી શકે તે માટે કરવામાં આવેલી આ વ્યવસ્થાઓને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
એક તરફ દર્શન માટે લાંબી ગ્રીલની વ્યવસ્થા, બીજી તરફ ગરમીથી રાહત માટે ફુવારા અને સાથે આજી નદીની દુર્ગંધથી રાહત આપવા સુગંધિત ફુવારાની વ્યવસ્થા કરવામાં આવતા મંદિર પરિસરમાં ભાવિકો માટે વધુ
સુવિધાજનક માહોલ ઊભો થયો છે. રામનાથના પરમ ઉપાસક અમિત રાઠોડ (MM) દ્વારા રાજકોટ તથા સમગ્ર સૌરાષ્ટ્રના ભાવિકોને રામનાથ મહાદેવના દર્શનનો લાભ લેવા અને આ વિશેષ વ્યવસ્થાનો લાભ લેવા આહવાન
કરવામાં આવ્યું છે. રામનાથ મહાદેવના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવેલી આ સુવિધાઓ આગામી દિવસોમાં પણ ઉપયોગી સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.




