By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    29 minutes ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 hour ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    56 minutes ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 hour ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ
રાજકોટ

22 વિદ્યાર્થીને બે કલાક મોડું પેપર : સાંદીપની ઇન્સ્ટિટ્યૂટમાં કોમ્પ્યુટરની ખામી, ફ્યૂચર ઇન્ફોટેકમાં સર્વર ડાઉનની ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2026/08/24 at 1:48 PM
Khaskhabar Editor 2 hours ago
Share
6 Min Read
SHARE

રાજકોટમાં ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષામાં ટેકનિકલ ખામીનો વિવાદ

વિદ્યાર્થી પાંચ મિનિટ મોડો પહોંચે તો નિયમ, તંત્રની બે કલાકની ભૂલનું શું?

- Advertisement -

રોહિતસિંહ રાજપૂતની કલેક્ટરને નિષ્પક્ષ અહેવાલ મોકલી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ

રાજકોટમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા તા. 22 ઓગસ્ટે યોજાયેલી ઓલ ઈન્ડિયા આયુષ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા (AIAPGET) દરમિયાન એકથી વધુ પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ અવ્યવસ્થાની ફરિયાદો સામે
આવતા પરીક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે રોહિતસિંહ રાજપૂતે રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ન્યાય આપવા માંગ કરી
છે. રજૂઆત મુજબ, રાજકોટના મવડી ચોકડી ખાતે આવેલા સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ પરીક્ષા કેન્દ્ર પર આશરે 400 વિદ્યાર્થીઓ AIAPGETની પરીક્ષા આપવા પહોંચ્યા હતા. તે દરમિયાન આશરે 15 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે
કોમ્પ્યુટર ઉપલબ્ધ ન થયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે 5થી 7 જેટલા કોમ્પ્યુટર શરૂ જ ન થયા હોવાની પણ વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. પરિણામે આશરે 22 વિદ્યાર્થીઓની પરીક્ષા નિયત સમયે
શરૂ થઈ શકી નહોતી અને નિયમિત પરીક્ષા પૂર્ણ થયા બાદ આ વિદ્યાર્થીઓનું પેપર લેવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

માત્ર કોમ્પ્યુટર ઉપલબ્ધ ન હોવા અથવા શરૂ ન થવા પૂરતી જ સમસ્યા મર્યાદિત રહી ન હતી. સમયસર પરીક્ષા આપી રહેલા કેટલાક વિદ્યાર્થીઓએ પણ કોમ્પ્યુટરનાં માઉસ યોગ્ય રીતે કામ ન કરતા હોવાની ફરિયાદ કરી હતી.
મહત્વની રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા દરમિયાન આવી ટેકનિકલ ખામીઓ સર્જાતા ઉમેદવારોમાં ગભરાટ અને માનસિક તણાવની સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રોહિતસિંહ રાજપૂતે માધાપર ચોકડી નજીક
આવેલા વેસ્ટગેટ-2 બિલ્ડીંગ સ્થિત ફ્યૂચર ઇન્ફોટેક પરીક્ષા કેન્દ્ર અંગે પણ રજૂઆત કરી છે. અહીં પરીક્ષા દરમિયાન સર્વર ડાઉનની સમસ્યા સર્જાઈ હોવાની ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે. રાજકોટના અન્ય પરીક્ષા કેન્દ્રો પર
પણ વિવિધ પ્રકારની ટેકનિકલ ખામીઓ અંગે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી હોવાનો દાવો રજૂઆતમાં કરવામાં આવ્યો છે.

- Advertisement -

સમગ્ર ઘટનાને પગલે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે પરીક્ષા શરૂ થાય તે પહેલાં સંબંધિત કેન્દ્રો પર કોમ્પ્યુટર, માઉસ, સર્વર, નેટવર્ક સહિતની તમામ ટેકનિકલ વ્યવસ્થાનું યોગ્ય રીતે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે નહીં?
જો ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તો પરીક્ષા શરૂ થયા બાદ એકસાથે આ પ્રકારની સમસ્યાઓ કેવી રીતે સર્જાઈ તે અંગે પણ તપાસ જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. મેડિકલ ક્ષેત્રમાં પોસ્ટગ્રેજ્યુએટ પ્રવેશ મેળવવા માટે
વિદ્યાર્થીઓ મહિનાઓ નહીં પરંતુ વર્ષો સુધી મહેનત કરતા હોય છે. આવી સ્થિતિમાં પરીક્ષાના દિવસે ટેકનિકલ ખામીના કારણે કોઈ વિદ્યાર્થીને લાંબા સમય સુધી રાહ જોવી પડે અથવા બે કલાક જેટલા વિલંબ બાદ પેપર આપવું
પડે તો તેના માનસિક સ્વાસ્થ્ય અને પરીક્ષા પ્રદર્શન પર તેની અસર થઈ શકે છે. તેથી આવી ખામીથી કોઈ વિદ્યાર્થીના ભવિષ્યને નુકસાન થાય તો તેની જવાબદારી કોની રહેશે તે અંગે પણ જવાબ માંગવામાં આવ્યો છે.

રજૂઆતમાં એક અત્યંત ગંભીર અને માનવિય મુદ્દા તરફ પણ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. રોહિતસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ, સાંદીપની ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક વાલી, જેઓ પોતે સરકારી કર્મચારી છે, તેમણે
જણાવ્યું હતું કે ગામડામાંથી આવેલી એક વિદ્યાર્થીની માત્ર પાંચ મિનિટ મોડી પહોંચતા તેને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને તે વિદ્યાર્થીની રડતી હતી. આ ઘટનાને આધારે રાજપૂતે સવાલ ઉઠાવ્યો છે કે
ઉમેદવાર માત્ર પાંચ મિનિટ મોડો પહોંચે ત્યારે નિયમોના નામે આટલી કડકાઈ રાખવામાં આવે છે, તો બીજી તરફ પરીક્ષા કેન્દ્રની ટેકનિકલ ખામીના કારણે આશરે 22 વિદ્યાર્થીઓને લગભગ બે કલાક મોડું પેપર લેવામાં આવે
ત્યારે જવાબદાર તંત્ર સામે સમાન કડકાઈ કેમ દાખવવામાં આવતી નથી?

રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે AIAPGET જેવી રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષામાં ઉમેદવારોનું ભવિષ્ય જોડાયેલું હોય છે. પરીક્ષા દરમિયાન કોમ્પ્યુટર, માઉસ અથવા સર્વર જેવી ટેકનિકલ ખામી સર્જાય અને તેના
કારણે પરીક્ષામાં વિક્ષેપ પડે તો ઉમેદવારને અનાવશ્યક માનસિક દબાણમાંથી પસાર થવું પડે છે. પરીક્ષાના સમય અને વાતાવરણમાં થયેલા આવા ફેરફારની અસર ઉમેદવારના પ્રદર્શન પર પણ પડી શકે છે. NTA દ્વારા અગાઉ
યોજાયેલી વિવિધ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ, ખાસ કરીને NEET-UGને લઈને પણ સમયાંતરે પરીક્ષા વ્યવસ્થા, ટેકનિકલ મુદ્દાઓ અને વહીવટી પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે. આવા સંદર્ભમાં રાજકોટમાં એકથી વધુ
AIAPGET પરીક્ષા કેન્દ્રો પર કોમ્પ્યુટર, માઉસ અને સર્વર સંબંધિત ખામીઓની ફરિયાદોને માત્ર સામાન્ય ટેકનિકલ સમસ્યા ગણવાને બદલે સમગ્ર વ્યવસ્થાની તપાસ કરવી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

રોહિતસિંહ રાજપૂતે જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સંબંધિત પરીક્ષા કેન્દ્રોની ટેકનિકલ ક્ષમતા, NTAને આપવામાં આવેલી માહિતી અને પરીક્ષા પહેલાં કરવામાં આવેલી
ટેકનિકલ ચકાસણી અંગેના રેકોર્ડની તપાસ કરવામાં આવે. સાથે જ પરીક્ષા દરમિયાન કોમ્પ્યુટર, માઉસ અને સર્વર ડાઉન સહિતની સમસ્યાઓ અંગે NTA પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવે તેમજ પરીક્ષા કેન્દ્રોના
CCTV ફૂટેજ અને અન્ય ઉપલબ્ધ ટેકનિકલ રેકોર્ડની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

રજૂઆતમાં ખાસ કરીને એવી માંગ કરવામાં આવી છે કે ટેકનિકલ ખામીઓના કારણે અસરગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓના પરિણામ પર કોઈ વિપરીત અસર ન પડે તે માટે NTA સમક્ષ યોગ્ય રાહત અને ન્યાયસંગત નિર્ણય માટે
જિલ્લા તંત્ર દ્વારા ભલામણ કરવામાં આવે. ઉમેદવારોની વર્ષોની મહેનત પરીક્ષા કેન્દ્રની ટેકનિકલ બેદરકારીના કારણે જોખમાય નહીં અને જો કોઈ સ્તરે બેદરકારી સાબિત થાય તો જવાબદારી નક્કી કરી જવાબદાર સામે
કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલાવડના હરીપર ગામે નકલી દૂધ બનાવતા છ સ્થળે દરોડો : દૂધનો નાશ કરાયો
Next Article જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?