લઠ્ઠાકાંડ થતું અટકાવવું હોય તો હજુ વધુ કડક કાર્યવાહી જરૂરી
ભાવનગરની નકલી દારૂની ઘટના વચ્ચે રાજકોટમાં દારૂના ખુલ્લેઆમ વેચાણનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. શહેરના થોરાળા વિસ્તારમાં દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જાહેરમાં દારૂની હેરાફેરી અને વેચાણ થતું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.
થોરાળા વિસ્તારમાંનો હોવાની શક્યતા વચ્ચે વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે થોરાળા પોલીસે તપાસ શરૂ કરી હતી અને મહિલા બુટલેગર સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા મહિલા બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને દારૂના વેચાણ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે રાજકોટમાં ભાવનગરની જેમ લઠ્ઠાકાંડ થતું અટકાવવું હોય તો પોલીસે કડક વલણ અપનાવી બેફામ દારૂનો વેપલો કરતા બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી કરવી ખુબ જરૂરી બની રહી છે.
- Advertisement -
રાજકોટમાં દેશી અને વિદેશી દારૂના 39 દરોડા : 470 લીટર દેશી દારૂ-117 ચપલા સાથે 9 મહિલા સહિત 40 ઝડપાયા
ભાવનગરની ઘટના બાદ રાજયભરની પોલીસ એલર્ટ મોર્ડ ઉપર આવી ગઈ છે આવી કોઈ ઘટના ન બને તે માટે ડીજીપીના આદેશ બાદ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને એડિશનલ સીપી ચૈતન્ય માંડલિકની સૂચના અન્વયે શહેરભરની પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં એક જ રાતમાં પોલીસે દેશી દારૂના ૩૪ દરોડા પાડી ૪૭૦ લીટર દેશી દારૂ કબ્જે કર્યો છે તેમાં ૯ મહિલા સહીત ૩૪ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી તે ઉપરાંત વિદેશી દારૂના ૧૧૭ ચપલા સાથે ૬ બુટલેગરોની ધરપકડ કરી છે બી ડિવિઝન પોલીસે ૨, કુવાડવા રોડ પોલીસે ૨, ભક્તિનગર પોલીસે ૨, થોરાળા પોલીસે ૫, આજી ડેમ પોલીસે ૫, પ્રનગર પોલીસે ૪, ગાંધીગ્રામ પોલીસે ૫, યુનિવર્સીટી પોલીસે ૨, માલવીયાનગર પોલીસે ૬ અને તાલુકા પોલીસે ૫ કેસ નોંધ્યા છે.




