હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે 88 રસ્તા બંધ
પ્રયાગરાજમાં 5 ફૂટ પાણી ભરાયું, 2000 વિદ્યાર્થીએ હોસ્ટેલ છોડીઃ ઉત્તરાખંડમાં 4નાં મોત
- Advertisement -
દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ ચાલુ છે. દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. એરપોર્ટ રોડ પર આવેલા દ્વારકા અંડરપાસ સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે લોકોને મુશ્કેલી પડી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાર દિવસથી વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૨૦૫ળળ પાણી પડયું. શહેરના ઘણા વિસ્તારોમાં ૫ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ઘરો-હોસ્ટેલમાં પાણી ભરાઈ ગયું. બુધવારે લગભગ ૨૦૦૦ સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને ચાલ્યા ગયા. આજે પણ ૯ જિલ્લામાં રેડ એલર્ટ છે. વારાણસીમાં ઘાટોના કિનારે બનેલા ૧૦૦થી વધુ મંદિરોમાં ગંગાનું પાણી ઘૂસી ગયું છે. હરિશ્ચંદ્ર ઘાટ પર ગલીઓ અને સીડીઓમાં, જ્યારે મણિકર્ણિકામાં છત પર અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.
મધ્ય પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. સતનામાં ભારે વરસાદને કારણે ચિત્રકૂટની ગુપ્તગોદાવરીમાં પાણી વધી ગયું. ડિંડોરીમાં નદી-નાળા ઉછાળા પર છે અને ૧૨થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો. પન્નાના ઘણા ગામોમાં પણ પાણી ભરાઈ ગયું. ઉત્તરાખંડમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં બુધવારે ૪ લોકોના મોત થયા. ભૂસ્ખલનને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.
હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનને કારણે ૮૮ રસ્તાઓ બંધ છે. આસામના ગુવાહાટી અને જેનાઈમાં પૂર જેવી સ્થિતિ છે. ઓડિશામાં ૬ જિલ્લાના ઘણા ગામો પાણીમાં ડૂબી ગયા. ૩ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.
ઉત્તરાખંડમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ ચાલુ છે. આજે પણ ૬ જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને નદી-નાળાઓમાં અચાનક પાણી વધવાનું જોખમ યથાવત છે. સાવચેતીના ભાગરૂપે આજે દેહરાદૂનમાં આંગણવાડી કેન્દ્રોથી લઈને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.




