By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 hours ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 hours ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    3 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    1 hour ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    3 hours ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    1 day ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    1 day ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય
Author

મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય

Khaskhabar Editor
Last updated: 2026/08/20 at 2:44 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
13 Min Read
SHARE

સાઉદીના નાણાં, તુર્કીની અદ્યતન ડ્રોન ટેક્નોલોજી અને પાકિસ્તાની સૈન્યનું જોડાણ ભારતની પશ્ચિમ સરહદે પડકાર વધારી શકે

‘એક પર હુમલો એટલે ત્રણેય પર હુમલો’ની નીતિ સાથે ૫. એશિયામાં રચાયું સુરક્ષા સમીકરણ

- Advertisement -

હિમાદ્રી આચાર્ય દવે

પશ્ચિમ એશિયાની સુરક્ષા હવે માત્ર કોઈ એક દેશની સરહદો કે પ્રાદેશિક સંઘર્ષ પૂરતી મર્યાદિત રહી નથી; ઊર્જા, વેપાર અને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સાથે તે સીધી રીતે જોડાઈ ગઈ છે. હોર્મુઝની સામુદ્રધુનીથી લઈને બાબ અલ-માંદેબ અને સુએઝ સુધીનો વિસ્તાર આજે વિશ્વના બદલાતા શક્તિ-સમીકરણની ધમની બની ગયો છે. પશ્ચિમ એશિયામાં તણાવ વધતો જાય છે ત્યારે મક્કામાં થયેલો એક કરાર આ સમગ્ર ભૌગોલિક પટ પર નજર નાખવાની ફરજ પાડે છે.

મક્કા કરાર અને તેની મૂળભૂત વિગતો વિશે

- Advertisement -

7 ઓગસ્ટ 2026ના રોજ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને મક્કામાં સંયુક્ત સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.આ કરારની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ સ્પષ્ટ છે—ત્રણમાંથી કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે. પરંતુ કરાર માત્ર સામૂહિક સંરક્ષણની આ જોગવાઈ પૂરતો મર્યાદિત નથી. તેમાં સંયુક્ત ડિટરન્સ મજબૂત કરવા, સંરક્ષણ અને સૈન્ય સહયોગ વધારવા, ગુપ્તચર માહિતીના આદાનપ્રદાન, નિયમિત ઉચ્ચસ્તરીય સંરક્ષણ અને વિદેશી બાબતોના સંકલન તથા સાઉદી અરેબિયામાં કાયમી સચિવાલય ઊભું કરવાની દિશા પણ સામેલ છે. આ વ્યવસ્થા ભવિષ્યમાં અન્ય દેશો માટે પણ ખુલ્લી રાખવામાં આવી છે. જોકે, તેના ચોક્કસ ઓપરેશનલ પ્રોટોકોલ—જેમ કે હુમલો થાય ત્યારે કયો દેશ કઈ પ્રકારની સૈન્ય મદદ કરશે—હજુ સંપૂર્ણપણે જાહેર કરવામાં આવ્યા નથી. પણ, ‘કોઈ એક દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે…’ આ એક વાક્ય પાછળનું વ્યૂહાત્મક ગણિત ઘણું મોટું છે.

આ કરારને તેની તાત્કાલિક પૃષ્ઠભૂમિથી પણ જોવો જરૂરી છે. સપ્ટેમ્બર 2025માં સાઉદી અરેબિયા અને પાકિસ્તાને પહેલેથી જ Strategic Mutual Defence Agreement કર્યો હતો, જેમાં એક દેશ પર થયેલા હુમલાને બંને દેશો પર થયેલો હુમલો ગણવાની જોગવાઈ હતી. આ દૃષ્ટિએ જોવામાં આવે તો 2026નો મક્કા કરાર અગાઉના સાઉદી-પાકિસ્તાન દ્વિપક્ષીય સંરક્ષણ માળખામાં તુર્કીને ઉમેરતો ત્રિપક્ષીય વિસ્તરણ તરીકે પણ સમજાવી શકાય. એટલે આ કરાર સંપૂર્ણપણે નવી શરૂઆત કરતાં અગાઉથી વિકસતા સુરક્ષા સંબંધોના વધુ વ્યાપક સ્વરૂપ તરફનું પગલું પણ છે.

અલબત્ત, ત્રણેય દેશોની શક્તિના પ્રકાર અલગ છે. સાઉદી અરેબિયા પાસે અઢળક નાણાકીય સંસાધનો, ઊર્જા ક્ષેત્રમાં અસાધારણ વ્યૂહાત્મક મહત્વ અને ગલ્ફ તથા લાલ સમુદ્ર વચ્ચેનું મહત્વનું ભૌગોલિક સ્થાન છે. તુર્કી પાસે નાટોનો લાંબો સૈન્ય અનુભવ, ઝડપથી વિકસતો સંરક્ષણ ઉદ્યોગ તથા ડ્રોન, મિસાઇલ, સેન્સર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધની ક્ષમતા છે. પાકિસ્તાન પાસે વિશાળ વ્યાવસાયિક સૈન્ય, યુદ્ધનો અનુભવ, સંરક્ષણ ઉત્પાદનનું માળખું અને પરમાણુ પ્રતિરોધક ક્ષમતા છે.

આ કરારને માત્ર ત્રણ દેશોની સૈન્ય સંખ્યા તરીકે લેખવો એ અધૂરો અભિગમ છે. અહીં સાઉદી નાણાકીય સંસાધનો, તુર્કીની અદ્યતન સંરક્ષણ ટેક્નોલોજી અને પાકિસ્તાની સૈન્ય ક્ષમતા એક જ વ્યૂહાત્મક માળખામાં આવવાની સંભાવના ઊભી થઈ છે.

સંયુક્ત ક્ષમતાઓ: આંકડા અને વાસ્તવિકતા

2026ના Global Firepower Index મુજબ, ત્રણેય દેશોની સંયુક્ત સક્રિય સેના લગભગ 14 લાખની આસપાસ છે. વાયુસેનામાં ત્રણેય મળીને ત્રણ હજારથી વધુ લશ્કરી વિમાનો ધરાવે છે, જ્યારે ટેન્કોની સંખ્યા છ હજારને પાર કરે છે. નૌકાદળની કુલ સંપત્તિ ત્રણસો ચાળીસથી વધુ છે. વાર્ષિક સંરક્ષણ ખર્ચ એકસો ચોવીસ અબજ ડોલરની આસપાસ પહોંચે છે.

આ આંકડા પ્રભાવશાળી છે. પરંતુ માત્ર આંકડાઓ જોડવાથી એક સંયુક્ત સેના ઊભી થઈ જતી નથી. ત્રણેય દેશોની કમાન્ડ સિસ્ટમ, તાલીમ, શસ્ત્રપ્રણાલી, સૈન્ય સંસ્કૃતિ અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અલગ છે. તેમની ક્ષમતાઓને ખરેખર સંયુક્ત શક્તિમાં ફેરવવા માટે સંયુક્ત આયોજન, તાલીમ, લોજિસ્ટિક્સ, ગુપ્તચર સહકાર અને પરસ્પર કાર્યક્ષમતા જરૂરી બનશે. કરારની અસલી શક્તિ તેના આંકડાઓથી નહીં, પરંતુ આ અલગ-અલગ ક્ષમતાઓ ભવિષ્યમાં કેટલી હદે એકબીજા સાથે જોડાય છે તેના પર નિર્ભર છે.

શું આ મધ્યપૂર્વનું નાટો છે?

“એક પર હુમલો એટલે ત્રણેય પર હુમલો” જેવી જોગવાઈને કારણે તેની સરખામણી નાટો સાથે થવી સ્વાભાવિક છે. પરંતુ હાલમાં તેને નાટોના પ્રાદેશિક સંસ્કરણ તરીકે ઓળખવું વહેલું છે.

નાટો પાસે દાયકાઓ જૂનું સંસ્થાગત માળખું, સંયુક્ત કમાન્ડ, સંકલિત સૈન્ય આયોજન અને લાંબા સમયથી ચાલતી સંયુક્ત કામગીરીની વ્યવસ્થા છે. મક્કા કરારમાં સામૂહિક સંરક્ષણની રાજકીય પ્રતિબદ્ધતા છે, પરંતુ તેના વાસ્તવિક લશ્કરી અમલની વિગતો હજુ સ્પષ્ટ નથી. તેથી હાલ તેને પૂર્ણ સૈન્ય ગઠબંધન કરતાં વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી તરીકે જોવું વધુ યોગ્ય છે.

જોકે તેની દિશા મહત્વપૂર્ણ છે. પશ્ચિમ એશિયાના દેશો હવે પોતાની સુરક્ષા માટે માત્ર એક જ બાહ્ય શક્તિ પર આધાર રાખવા કરતાં અનેક ભાગીદારો સાથે સંબંધો ઊભા કરવા માગે છે. અગાઉની વ્યવસ્થામાં અમેરિકા સુરક્ષાના કેન્દ્રમાં હતું અને પ્રાદેશિક દેશો તેની સાથે અલગ-અલગ દ્વિપક્ષીય સંબંધો ધરાવતા હતા. હવે તે જ દેશો એકબીજા સાથે પણ સુરક્ષા સંબંધોનું જાળું ગૂંથી રહ્યા છે. અર્થાત્, ‘હબ-એન્ડ-સ્પોક્સ’ મોડેલમાંથી ‘હોરિઝોન્ટલ કનેક્ટિવિટી’ તરફનું પરિવર્તન શરૂ થયું છે. ‘હબ-એન્ડ-સ્પોક્સ’માં અમેરિકા જેવા એક મુખ્ય દેશને કેન્દ્રમાં રાખીને અન્ય દેશો તેની સાથે અલગ-અલગ સુરક્ષા સંબંધો ધરાવતા હતા, જ્યારે ‘હોરિઝોન્ટલ કનેક્ટિવિટી’માં પ્રાદેશિક દેશો એકબીજા સાથે સીધા સંરક્ષણ, ગુપ્તચર, સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધો વિકસાવે છે. એટલે સુરક્ષાનું કેન્દ્ર હવે એક જ બાહ્ય શક્તિ નહીં, પરંતુ પરસ્પર જોડાયેલા પ્રાદેશિક ભાગીદારોનું જાળું બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

પૃષ્ઠભૂમિ અને પ્રાદેશિક સંદર્ભ

કરારમાં કોઈ ચોક્કસ દેશને દુશ્મન તરીકે જાહેર કરવામાં આવ્યો નથી. ત્રણેય દેશો તેને રક્ષણાત્મક વ્યવસ્થા ગણાવે છે. છતાં કરાર જે સમયે થયો છે તે તેની પૃષ્ઠભૂમિ સમજવા માટે પૂરતો છે. ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથે સંકળાયેલો પશ્ચિમ એશિયાનો વધતો સંઘર્ષ, ગલ્ફ દેશોની સુરક્ષા ચિંતાઓ અને હોર્મુઝ તથા બાબ અલ-માંદેબ જેવા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગો પર વધતું જોખમ સમગ્ર પ્રદેશને નવા સુરક્ષા ગણિત તરફ ધકેલી રહ્યું છે.

સાઉદી અરેબિયા માટે સુરક્ષાનો અર્થ હવે માત્ર પોતાની ભૂમિની રક્ષા નથી. ઊર્જાના વૈશ્વિક પ્રવાહ અને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા પણ તેની વ્યૂહરચનાનો ભાગ છે. તુર્કી માટે આ કરાર પોતાની પ્રાદેશિક અસર વધારવાનો બીજો માર્ગ બની શકે છે. નાટોનું સભ્ય હોવા છતાં તુર્કી પોતાની સ્વતંત્ર સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષમતાઓ સતત વિસ્તારી રહ્યું છે. પાકિસ્તાન માટે આ કરારનું સૌથી મહત્વનું પરિમાણ તેની પશ્ચિમ સરહદથી આગળ, ભારત સુધી પહોંચે છે.

ભારત માટેના અર્થ: સીધું જોખમ કે વ્યૂહાત્મક ચેતવણી?

ભારત માટે આ કરારને માત્ર પશ્ચિમ એશિયાની ઘટના તરીકે જ ગણવો શક્ય નથી. કારણ સ્પષ્ટ છે—પાકિસ્તાન. પરંતુ પ્રથમ વાત એટલી જ મહત્વપૂર્ણ છે કે આ કરાર હાલ ભારત વિરુદ્ધનું ઔપચારિક સૈન્ય ગઠબંધન નથી. ત્રણેય દેશોએ તેને રક્ષણાત્મક ગણાવ્યો છે અને કોઈ ચોક્કસ દેશને નિશાન બનાવ્યો નથી.

એટલે ભારત માટે આ ડીલ સીધી રીતે સારી પણ નથી અને તાત્કાલિક રીતે વિનાશક પણ નથી. તે સંભવિત જોખમ સાથેની વ્યૂહાત્મક ચેતવણી છે. ભારતની પ્રતિક્રિયા પણ આ જ સાવચેતી દર્શાવે છે. ભારત આ કરારનું રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યાપક પ્રાદેશિક સ્થિરતાના દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરી રહ્યું છે અને પોતાના રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેશે. નવી દિલ્હીએ ન તો તેને અવગણ્યો છે, ન તો તાત્કાલિક ધમકી તરીકે જાહેર કર્યો છે. આ કદાચ યોગ્ય અભિગમ છે.

ભારતની મુખ્ય ચિંતા સાઉદી અરેબિયા નહીં, પાકિસ્તાન છે. સાઉદી અરેબિયા ભારતનો મહત્વપૂર્ણ ઊર્જા, વેપાર અને રોકાણ ભાગીદાર છે. તેથી રિયાધ પોતાની સુરક્ષા માટે પાકિસ્તાન અને તુર્કી સાથે નવા સંબંધો વિકસાવે છે તેનો અર્થ એ નથી કે તે ભારતથી દૂર જઈ રહ્યું છે. વાસ્તવમાં સાઉદી અરેબિયાની વ્યૂહરચના એક જ સુરક્ષા ભાગીદાર પર આધાર રાખવાને બદલે અનેક સુરક્ષા વિકલ્પો ઊભા કરવાની દિશામાં આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે. અમેરિકા તેની સુરક્ષા વ્યવસ્થામાં હજુ પણ મહત્વપૂર્ણ છે. મક્કા કરાર અમેરિકાનો સંપૂર્ણ વિકલ્પ બને તેવી સ્થિતિ હાલ નથી. પરંતુ સાઉદી અરેબિયા હવે પોતાની વ્યૂહાત્મક પસંદગીઓનો વિસ્તાર કરી રહ્યું છે.

ભારત માટે સમસ્યા ત્યાં શરૂ થાય છે જ્યાં આ સાઉદી-પાકિસ્તાન સંબંધ તુર્કીની અદ્યતન સંરક્ષણ ક્ષમતાઓ સાથે જોડાય છે. જો તુર્કીની ડ્રોન, મિસાઇલ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને અન્ય અદ્યતન સૈન્ય ટેક્નોલોજી સાઉદી નાણાકીય સહકાર અને પાકિસ્તાનના સૈન્ય માળખા સાથે વધુ ઊંડે જોડાય, તો ભારતના પશ્ચિમ મોરચે ટેક્નોલોજીકલ પડકાર વધી શકે છે. ખાસ કરીને આધુનિક યુદ્ધમાં ડ્રોન, માનવરહિત પ્રણાલીઓ, ઇલેક્ટ્રોનિક વૉરફેર, કૃત્રિમ બુદ્ધિ અને નેટવર્ક આધારિત યુદ્ધનું મહત્વ ઝડપથી વધી રહ્યું છે. જો મક્કા કરાર આગળ વધીને સંયુક્ત લશ્કરી કવાયત, ટેક્નોલોજી ટ્રાન્સફર, સંયુક્ત ઉત્પાદન અને સંકલિત સંરક્ષણ પ્રણાલીઓ સુધી પહોંચે, તો તેની અસર આજની સરખામણીએ ઘણી મોટી થઈ શકે છે. એટલે ભારત માટે ખતરો કરારના શબ્દોમાં જેટલો નથી, તેના ભવિષ્યના અમલમાં એટલો છે.

અરબી સમુદ્રથી લાલ સમુદ્ર સુધીનું ગણિત

ભારત માટે આ કરારનું બીજું મહત્વનું પરિમાણ જમીન નહીં, પરંતુ સમુદ્ર છે. પાકિસ્તાન અરબી સમુદ્રના પશ્ચિમ કિનારે છે. સાઉદી અરેબિયા ગલ્ફ અને લાલ સમુદ્ર વચ્ચે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. તુર્કી પાસે નાટોનો સૈન્ય અનુભવ અને વિકસતી નૌકાદળ ક્ષમતા છે. જો આ ત્રણેય દેશો વચ્ચે વાસ્તવિક અને લાંબા ગાળાનું સૈન્ય સંકલન ઊભું થાય, તો અરબી સમુદ્રથી લાલ સમુદ્ર સુધીના સુરક્ષા સમીકરણમાં ફેરફાર થઈ શકે છે.

ભારત માટે આ નાની બાબત નથી. બાબ અલ-માંદેબ અને લાલ સમુદ્ર ભારતના યુરોપ તથા પશ્ચિમ એશિયા સાથેના વેપારી માર્ગો માટે મહત્વપૂર્ણ છે. ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક વેપારની દૃષ્ટિએ પણ આ આખો દરિયાઈ પટ્ટો ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. એટલે મક્કા કરારને માત્ર પાકિસ્તાનના સંદર્ભે જ લેખવો, એ પણ અધૂરો અભિગમ છે. ભારતે અરબી સમુદ્ર–ગલ્ફ–લાલ સમુદ્રના આખા વ્યૂહાત્મક પટ્ટાને એક જ નકશા તરીકે જોવો પડશે.

કૂટનીતિક અભિગમ: ડિ-હાઇફનેશન

ભારતે સાઉદી અને પાકિસ્તાનને એક જ ચશ્માથી જોવું ન જોઈએ. અહીં એક મહત્વપૂર્ણ કૂટનીતિક સિદ્ધાંત કામ કરી શકે છે—ડિ-હાઇફનેશન. અર્થાત્, પાકિસ્તાન અને સાઉદી અરેબિયાના સંબંધોને ભારત-સાઉદી સંબંધો પર હાવી ન થવા દેવા. ભારત માટે રિયાધ સાથે ઊર્જા, રોકાણ, વેપાર, ટેક્નોલોજી અને સુરક્ષા સંબંધોનું મહત્વ એટલું મોટું છે કે પાકિસ્તાન-સાઉદી સંરક્ષણ સંબંધના કારણે ભારતે સાઉદી અરેબિયાથી અંતર રાખવું વ્યૂહાત્મક રીતે યોગ્ય નહીં બને. વિપરીત રીતે, ભારતે રિયાધ સાથે પોતાના સંબંધોને વધુ ઊંડા બનાવવાના છે જેથી પાકિસ્તાન સાથેના તેના સંબંધો ભારત માટે એકમાત્ર પરિબળ ન બની જાય.

તુર્કી બાબતે પણ આવી જ વ્યવહારુ દૃષ્ટિ જરૂરી છે. તુર્કી અને પાકિસ્તાનની નજીકની ભાગીદારી ભારત માટે અસ્વસ્થતાજનક છે. પરંતુ તેનો અર્થ એ નથી કે ભારતે અંકારા સાથેના તમામ આર્થિક અને રાજદ્વારી ચેનલો બંધ કરી દેવા જોઈએ. મોટા દેશોની કૂટનીતિમાં અસંમતિ અને સંવાદ એકસાથે ચાલી શકે છે.

કરારની મર્યાદાઓ અને ભવિષ્ય

આ સમગ્ર સમીકરણને જોતા એક વાત ભૂલવી ન જોઈએ—ત્રણ દેશો એક જ વ્યૂહાત્મક હિત ધરાવતા નથી. સાઉદી અરેબિયાની પ્રથમ ચિંતા ગલ્ફ સુરક્ષા, ઊર્જા અને પ્રાદેશિક સ્થિરતા છે. તુર્કીની પોતાની મધ્યપૂર્વ, ભૂમધ્ય સમુદ્ર, કાળા સમુદ્ર અને નાટો સંબંધિત પ્રાથમિકતાઓ છે. પાકિસ્તાનનું સૌથી મોટું સુરક્ષા ગણિત ભારત અને તેની પોતાની પ્રાદેશિક પરિસ્થિતિ સાથે જોડાયેલું છે. તેથી આ ત્રણેય દેશોને એક જ સંઘર્ષમાં એક જ રીતે પ્રતિક્રિયા આપવી પડે તે જરૂરી નથી.

મક્કા કરારની વાસ્તવિક શક્તિ નક્કી કરવા માટે આગામી સમયમાં જોવું પડશે કે ત્રણેય દેશો માત્ર રાજકીય નિવેદનો કરે છે કે ખરેખર સંયુક્ત સૈન્ય કવાયત, ગુપ્તચર સહકાર, સંરક્ષણ ઉત્પાદન, ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંકલિત કમાન્ડ જેવી વ્યવસ્થાઓ ઊભી કરે છે.

ભવિષ્યમાં અન્ય દેશો, ખાસ કરીને ઇજિપ્ત, જોડાય તેવી સંભાવના પણ ચર્ચામાં છે. ઇજિપ્ત પાસે નોંધપાત્ર સૈન્ય શક્તિ છે. તેનું ભૌગોલિક સ્થાન વ્યૂહાત્મક છે અને સુએઝ કેનાલ પરનું નિયંત્રણ તેને વૈશ્વિક વેપારના નકશામાં વિશેષ સ્થાન આપે છે. જો ઇજિપ્ત આ વ્યવસ્થામાં જોડાય તો મક્કા કરાર માત્ર ત્રણ દેશોની ભાગીદારી નહીં રહે; ગલ્ફ, અરબી સમુદ્ર, લાલ સમુદ્ર અને સુએઝને જોડતું વધુ મોટું સુરક્ષા નેટવર્ક ઊભું થઈ શકે. પરંતુ ઇજિપ્ત માટે પણ અમેરિકી સંબંધો, શાંતિ કરારો અને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવવાનો પ્રશ્ન મહત્વપૂર્ણ રહેશે.

ટૂંકમાં, હાલ આ કરાર અંગેની પ્રક્રિયા પ્રારંભિક તબક્કામાં છે અને તેની અંતિમ દિશા હજુ સ્પષ્ટ નથી; પરંતુ ભારત માટે આ કરારને અવગણવા કરતાં તેના વિકાસ પર સતત નજર રાખવી અને પોતાની વ્યૂહાત્મક તૈયારીઓ તથા પ્રાદેશિક ભાગીદારીને મજબૂત કરવી વધુ યોગ્ય રહેશે.

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
Next Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?