5 ગામના 20 લોકોને અસર, સ્થાનિક પોલીસે ગૃહવિભાગને અંધારામાં રાખતા SMC દોડતી થઈ
સુરતમાં પણ સપ્લાય થયો હતો નકલી ઇંગ્લિશ દારૂ
- Advertisement -
ભાવનગરમાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી ૪ના મોત થયા છે. જ્યારે ભરતનગર, અકવાડા, તળાજા રોડ તેમજ જિલ્લાના ખાટડી, ખરકડી, નાના ખોખરા, દેવગાણાના ગામના ૨૦ લોકો બીમાર પડ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે ગૃહમંત્રીએ ગઇકાલે મધરાતે અમદાવાદ એરપોર્ટ પર મિટિંગ કરી ઘટનાની તપાસ જખઈને સોંપી અને તાત્કાલિક મયુરસિંહ ચાવડા ભાવનગર દોડી ગયા.
મધ્યપ્રદેશના ઉજ્જૈનથી ૨૮ પેટી દારૂ લાવવામાં આવ્યો હતો. જેમાં ૧૫ પેટી જપ્ત કરાઈ અને બાકીની ૧૩ પેટીઓ જપ્ત કરવા ભાવનગર પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે. પોલીસે અલગ અલગ સુધીમાં બુટલેગર, સપ્લાયર સહિતના ૧૩ વ્યક્તિની અટકાયત કરી છે. તપાસ દરમિયાન નકલી દારૂ બનાવનાર પરપ્રાંતીયો હોવાનું જાણવા મળતા પોલીસે તેને ડિટેઇન કરવા અંગે તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કુલ ૪ મોતમાંથી ૨ શંકાસ્પદ છે. એક મૃતકની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી છે તો બીજાના પરિવારે નકલી દારૂ પીવાથી મોત થયાનો આક્ષેપ કર્યો છે.
ખરકડી ગામે રહેતા વિશ્વરાજસિંહ ગોહિલ પોલીસ ભરતીમાં સિલેકટ થતા તેઓએ તેના મિત્રો ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદિપસિંહ ગોહિલ, જયદિપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પાર્ટી આપતા ચારેય મિત્રો પૈકી જયદિપસિંહ સિવાયના ત્રણ વ્યક્તિએ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું હતું જે પૈકી ઉપેન્દ્રસિંહ
ગોહિલનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. અને વિશ્વરાજસિંહ ગોહિલને ગંભીર હાલતમાં અર્હમ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ પોલીસ તપાસ દરમિયાન આલ્કોહોલમાં મિથેનોલ અથવા તો ઇથેનોલ વધુ પ્રમાણમાં ભળી જવાથી આવી અસર થઇ હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે મૃતક યુવકના પરિવારજન ઓમદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, મારા મામાના દીકરા કનકસિંહ ગોહિલ કે જે એસટી બસ ચાલક છે તેમણે કાલે રાત્રે કદાચ દારૂ પીધો હતો અને આજે મોત થયું છે. રાત્રે કેટલા વાગ્યે પીધું તે ખ્યાલ નથી, કારણ કે તે એકલા રહે છે. શ્વાસ રૂંધાતા પડોશીઓ વહેલી સવારે સર.ટી.હોસ્પિટલમાં લાવ્યા હતા. ડોક્ટરે એવું કહ્યું કે તેમને દારૂ પીધો છે.




