રીના બ્રહ્મભટ્ટ
હરિત ક્રાંતિના નામે ભારતમાં કેમિકલ સંસ્કૃતિની એન્ટ્રી
- Advertisement -
ભારતીયો અનાજ નહીં ઝેર ખાઇ મરી રહ્યા છે !
1966માં ભૂખમરાથી બચવા અપનાવાયેલા પેસ્ટિસાઇડ્સ આજે ઝેર સાબિત થયા
વિદેશમાં બેન થયેલા 27 ઝેરી પેસ્ટિસાઇડ્સ ભારતમાં ધૂમ વેચાય છે
- Advertisement -
દેશમાં હાલ અનેક મુદ્દાઓ તેવા છે કે, જેના પર ચર્ચાઓનો અંત જ નથી આવી રહ્યો પરંતુ કેટલાક તેવા મુદ્દાઓ છે કે, જેની પર સરકાર હોય કે લોકો ધ્યાન આપતા જ નથી.જે તેમની સૌથી મોંઘી મૂડી તેવા સ્વાસ્થયની અહીં
વાત છે.ચૂંટણીઓ સ્થાનિક લેવલથી લઇ રાજ્યો અને ઇવન સંસદની પણ આવશે અને જશે.પરંતુ ‘શુદ્ધ હવા પાણી અને ખોરાક અમારો પહેલો અધિકાર’ તે અંગે ન તો નાગરિકોમાં જાગૃતિ છે ન સિસ્ટમમાં કે જેને બદલી
સ્વાસ્થ્યવર્ધક બનાવી શકાય. કેમ કે, પાછલા કેટલાક વર્ષોમાં દેશમાં અધધ કહી શકાય તેમ કેન્સરનું પ્રમાણ વધ્યું છે.ડર અનુભવવા કેન્સરનું નામ આજેપણ મેડીકલ સાયન્સ ગમે તેટલી પ્રગતિ કરે તો પણ કાફી છે. કેન્સરનું
નામ પડતાં જ ભલભલા કંપી જાય.
તેમ છતાં ખાસ તો આ પ્રદૂષિત હવા, પાણી અને ખોરાકને લીધે આજે કેન્સર ડે બાય કે વધતું જઈ રહ્યું છે.ઉપલબ્ધ સરકારી આંકડાઓ અનુસાર, (૨૦૧૫ થી ૨૦૨૪ -૨૫ ) સુધી ભારતમાં કુલ કેન્સરના મામલાઓમાં ૧૦.૪ %
ની વૃદ્ધિ નોંધાઈ છે. મીન્સ કે, લગભગ ૧૩.૯ લાખથી વધીને તેના દર્દીઓની સંખ્યા ૧૫.૩ લાખ જેટલી વધી ગઈ છે. આ આંકડાઓમાં વેરિએશન હોઈ શકે કેમ કે, કેટલાય ડેટા એકજેટ ન પણ હોય. ખેર અહીં આ મુદ્દો આજે
એટલે યાદ આવ્યો કે હાલમાં કેન્સરના આંકડાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આપણી આસપાસમાં કોઈકને કોઈક સંબંધીઓમાં કેન્સર હોવાનું જાણવા મળશે જ .જે દરેકને ખ્યાલ છે. બીજું કે, સરકારે ૨ દિવસ પહેલા જ
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ બેફામ વેચાતું એનાલોગ પનીર, નકલી ચીજ જેવી ચીજો પર પ્રતિબંધ મુક્યો છે.જે સરાહનીય પગલું છે.
પરંતુ આપણી આસપાસ જે પ્રકારે કેમિકલયુક્ત નકલી ચીજોનો કારોબાર વિકસ્યો છે અને તે નેટવર્ક તે હદે ફેલાયું છે કે તેને કન્ટ્રોલ કરવામાં સમય લાગશે.વળી સિસ્ટમ પણ શું કડક પગલાં લઈ રોકશે ? આ બધા સવાલ તો મોં
ફાડીને ઉભા જ છે.
વધુમાં અહીં આ કેમિકલ કે જે અનાજ, શાકભાજી, ફળો, કરિયાણું, ડેરી પ્રોડટ્સ, દવાઓ અને ન જાણે શું શું ? તેમ કઈ જ પ્રોડફ્ટમાં બાકી નથી .ત્યારે અહીં આપણે આ કેમિકલની ભારતમાં ક્યારે અને ક્યાં સંજોગોમાં એન્ટ્રી થઇ તે
અંગે ભૂતકાળમાં ડોકિયું કરી એક તેનો આખો ઇતિહાસ જોઈએ તો,
૧૯૬૨ માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ એક તો ભારતને આઝાદ થયે લાંબો સમય પણ નોતો થયો, પૂરું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ન હતું વિકસ્યું વળી અંગ્રેજો ભારત કે જેને એકસમયે સોનાની ચીડિયા કહેવાતું તે બધું ખાલી કરીને
દેશને અને પ્રજાને નીચોવીને ગયા હતા.તેવામાં આ યુદ્ધ સ્વાભાવિક જ ભારે પડે.વળી દુષ્કાળ જેવી સ્થિતિ પણ ઉદ્ભવી એટલે ભારત પાસે અનાજની તીવ્ર અસર ઉભી થઇ.તે સમયે લાલ બહાદુર શાસ્ત્રીજી દેશના વડાપ્રધાન હતા
જેથી તેમણે લોકોને સોમવારે એકટાણા કરવાનું કહ્યું હતું.પરંતુ અનાજની અછતને પહોંચી વળવા આટલું પૂરતું ન હતું.તેમજ અનાજની આ અછત છેક ઇન્દિરા ગાંધીના સમય સુધી લંબાઈ હતી.
ત્યારે વિચારો કે આજથી ૬૦ વર્ષ પહેલા આપણે ભૂખથી મરતા હતા. ચીનનું યુદ્ધ. સતત દુષ્કાળ જેવી વસમી સ્થિતિ અને ભૂખમરો ત્યારે ભારતે અમેરિકા પાસેથી આ સ્થિતિને પહોંચી વળવા ઘઉં લેવાનું નક્કી કર્યું.જેમાં પણ તે
પીએલ-૪૮૦ (પબ્લિક લો ૪૮૦) સંધિ અન્વયે ઘઉં આપતું હતું. પરંતુ અમેરિકા ભારતને પહેલેથી જ એક નિન્મ કક્ષાનો દેશ સમજતુ જેથી તેણે જે ઘઉં આપ્યા તે, અમેરિકાના સરપ્લસ ઘઉં હતા. એટલે કે જે તેમના પશુઓ માટે
અને સ્ટોકમાં વધારાના હોય.આ ઘઉં એકદમ લાલ અને કાળા ડાઘાવાળા હતા તેનો સ્વાદ પણ કડવો અને ભૂસા જેવો હતો. તેમજ ગંધ પણ સડેલી અને દવાના જેવી આવતી કે ન તો સાફ હતા તેમાં એમાં કાંકરા, કીડા અને બીજા
અનાજના દાણા મિક્સ હતા.. આ માટે ગામડામાં લોકો કહેતા “આ તો ઢોર પણ ન ખાય એવા ઘઉં છે” પરંતુ ભારત પાસે કોઈ વિકલ્પ જ ન હતો. વધુમાં અમેરિકાના છાપાં અને નેતાઓ કેહતા કે, “ભારત ભીખ માંગે છે”.
ત્યારે દેશને બચાવવા ભારત સરકારે નક્કી કર્યું કે હવે આપણે પોતાનું અનાજ પોતે જ ઉગાડવું પડશે. એના માટે ૧૯૬૬ માં હરિત ક્રાંતિની શરૂઆત થઈ. આ ક્રાંતિના પિતા ડો. એમ. એસ. સ્વામીનાથન હતા.
ત્યાર દેશમા હરિત ક્રાંતિ કેવી રીતે આવી ?હરિત ક્રાંતિ માટે ૪ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો.નવું બિયારણ – એવું બિયારણ જે ઓછા સમયમાં વધારે અનાજ આપે.જેમાં રાસાયણિક ખાતર ભરપૂર માત્રામાં વાપરવામાં આવતું.
જમીનને જલ્દી તાકાત આપવા માટે સિંચાઈ તો હતી. ખેતરમાં પાણી પૂરતુ હતુ પણ પેદાશ ન હતી .તેમજ જંતુનાશક દવા – પાકને કીડા અને રોગથી બચાવવા માટે હવે ઉપલબ્ધ હતી. પરંતુ અસલમાં આ તેવા કેમિકલ હતા કે,
જે અમેરિકી પેસ્ટિસાઇડ્સ કંપનીઓ દ્વારા ભારતમાં આ સ્થિતિને પહોંચી વળવા ને નામે પધરાવવામાં આવ્યા હતા અને જંગી બિઝનેસની તકો આ રસ્તે ઉભી કરવામાં આવી હતી. અમેરિકાની કેમિકલ લોબીએ આ પેસ્ટિસાઇડ્સનો
તેવો પ્રચાર કર્યો કે, ભારત થોડા જ વર્ષમાં અન્ન મામલે આત્મનિર્ભર થઈ ગયો અને પંજાબ-હરિયાણામાં ટનબંધ અનાજનું ઉત્પાદન થવા લાગ્યું. વૈજ્ઞાનિકોએ કહ્યું “નવા બીજ, વધારે પાણી, અને થોડું પેસ્ટિસાઈડ છાંટો”. અને
મબલક પાક લો.૧૦ વર્ષમાં ભારત ભૂખમાંથી બહાર આવી ગયું. આપણે દુનિયાને અનાજ વેચવા લાગ્યા. એને આપણે ગૌરવ લેવા લાગ્યા. જેનો યશ પહેલો અમેરિકા અને તેની પેસ્ટીસાઇડસ કંપનીઓ લેવા લાગી.
પરંતુ મિત્રો અસલમાં આ હરિત ક્રાંતિ ન હતી. આ કેમિકલ ક્રાંતિ હતી.જેના બીજ છેક ૧૯૬૬ માં અનાજ મામલે આત્મનિર્ભર બનવા વાવવામાં આવ્યા હતા.જે આજે વિષનું વટવૃક્ષ બની લહલહાવી રહ્યા છે. તેમજ આજે ભારતની
એકપણ ચીજ આવા કેમિકલ વગર ઉત્પાદિત થતી જ નથી.વધુમા પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો કે જ્યા આ ગ્રીન રીવોલયુશનની શરૂઆત થઇ હતી ત્યા આ પેસ્ટિસાઈડસના સતત ઉપયોગ ને કારણે અધધ કેન્સરના કેસીસ
છે. અહીથી પસાર થતી અને ઢગલાબંધ કેન્સરના દર્દીઓ લઇને જતી અબોહર- જોધપુર ટ્રેનને તેથી કેન્સર ટ્રેન પણ કહેવામા આવે છે. વિચારો પેસ્ટિસાઈડસે પંજાબની શુ હાલત કરી છે.
વિશેષમાં ૨૭પેસ્ટિસાઈડ દવાઓ આજે પણ ભારતની દરેક ખેતરની દુકાનમાં મળે છે. યુરોપ, અમેરિકા, કેનેડાએ એને વર્ષો પહેલા બેન કરી દીધી. પણ ભારતમાં એ “સુપર બૂસ્ટર”ના નામે આજેપણ ધૂમ વેચાય છે અને અહીંના
પ્રત્યેક ખેતરોમાં થાય છે ઝેરની ખેતી., જેને ખરેખર થોડા સમય માટે જ વાપરવાનું હતું તે કેમિકલ ભારતમાં ઊંડા મૂળિયાં નાખી ચૂક્યું છે.અને અધધ કેન્સર ફેલાવી રહ્યું છે.
ત્યારે ક્યારે બાન થશે આ હાઈલી હેઝાર્ડસ પેસ્ટીસાઇડસ ? કોણ બચાવશે ભારતીયોને આ ઝેરીલા ઉત્પાદનોથી ? પ્લીઝ પ્લીઝ.. હવે તો સમજો… આપણે ખેતીપ્રધાન દેશ છીએ આપણી પાસે વૈદિક કાલથી ખેતીનું નોલેજ છે.તો
કેમ છાણીયું કે દેશી ખાતર વાપરી લોકોને ઝેરથી મુક્ત ન કરીયે ? ભારતના દરેક ખોરાકમાં, પાણીમાં અને ઉત્પાદનોમાં ઝેર ભળી ચૂક્યું છે. આંખો ઉઘાડો..ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી આ માટે વારંવાર ખેડૂતોને અને
લોકોને ઓર્ગેનિક ખેતી માટે સમજાવે છે.પણ કોઈ સિરિયસ લેશે ?
અને છેલ્લે એક વાતનો અહીં ઉલ્લેખ કરી કે, જે આજેપણ ભૂલવા જેવો નથી. ૧૯૬૬ ની આસપાસ ઇન્દિરા ગાંધી જયારે વડાપ્રધાન હતા અને તેમના પ્રથમ વિદેશ પ્રવાસે હતા ત્યારે પેરિસ અને લંડન બાદ તેઓ અમરિકાની
મુલાકાત માટે ગયા હતા.કેમ કે, નવી કૃષિ નીતિની અસર પુરેપુરી દેખાય ત્યાં સુધી ભારતે અમેરિકા પર આધારિત રહેવાનું હતું. જેથી તેમને આ મુલાકાત કરી હતી, ત્યારે અલાબામા રાજ્યના એક અખબારે ઇન્દિરા ગાંધીની
મુલાકાતનું મથાળું બાંધ્યું હતું કે “ભારતના નવા નેતા ભીખ માંગવા આવ્યા છે” વિચારો ભારત માટે અમેરિકાની મેન્ટાલીટી કેટલી નિમ્ન કક્ષાની હતી. આખરે આટલુ સમજજો કે ઝેરથી બચો… ઝેરી ઉત્પાદનોથી બચો..




