સિધ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
મજા આવીને દીકરા ?, શિકારીએ તેના દીકરાને પૂછ્યું.
- Advertisement -
“હા, પણ પપ્પા મને એ ન સમજાયું કે આ વાઘ તો માણસોનાં માથા કાપીને પોતાના ઘરમાં ટીંગાડતા નથી તો પછી શિકાર શુંકામ કરતાં હશે?”, તેના ચાર વર્ષનાં દીકરાએ પૂછ્યું.
વર્ષ દરમિયાન વિશ્વમાં પશુઓ દ્વારા માનવોની હત્યાના સમાચાર અવારનવાર આવતા જ હોય છે પણ એક જ પ્રાણી દ્વારા સૌથી વધુ માનવહત્યાના રેકોર્ડ વિશે ઘણાને ખબર નહિ હોય. અહીં એક જ પ્રજાતિનાં પ્રાણીની નહીં પણ
એક જ પ્રાણીની વાત થાય છે. એ રેકોર્ડ ભારતની ચંપાવતની માનવભક્ષી વાઘણનાં નામે છે. ‘ટાઇગર ઓફ ચંપાવત’ તરીકે આખા વિશ્વમાં કુખ્યાત એ વાઘણે ૪૩૬ (જી હા પુરા ૪૩૬) નરબલીઓ ૧૯૦૦ના દસકામાં લીધી હતી
જેમાંથી ૨૦૦ કમનસીબો નેપાળના અને ૨૩૬ હતભાગી લોકો ભારતના હતા. જેને આખા વિશ્વમાં મહાનતમ શિકારી કહેવાય છે અને જેના નામે ભારતનો કોરબેટ નેશનલ પાર્ક છે તે સર્વકાલીન મહાન શિકારી સર જિમ કોરબેટે
એ વાઘણનો શિકાર કર્યો હતો. નિવૃત્તિ બાદ જિમ કોરબેટે પોતાના અનુભવો પરથી ઘણા પુસ્તકો લખ્યા જેમાં આ બધા અનુભવો તેમણે વર્ણવ્યા છે. સફરીનાં એક અંકમાં આ વાઘણ વિશે વાંચ્યું હતું જે આજે ‘ઇન્ટરનેશનલ ટાઇગર
ડે’ નિમિતે મોડેમોડેથી મુકવાનું સૂઝ્યું. પહેલી તસવીરમાં તે નરભક્ષી વાઘણ સાથે જિમ કોસ્બેટ છે.
અંગ્રેજીમાં જિમ કોર્બેટ, કેનેથ એન્ડરસન કે હિન્દીમાં શ્રીરામ શર્માએ રોમાંચક શિકારકથાઓ લખી છે. પ્રાણીઓના શિકાર પર જોઝ, રેવેનન્ટ, ધ ગ્રે કે કાલ, શેરદિલ જેવી કોલ્મો હોલીવુડ તથા બોલીવુડમાં બની છે પણ ગુજરાતીમાં
આવી કહાણીઓ ઓછી જોવા મળે છે તેમાં કનૈયાલાલ રામાનુજે સર્જેલ પહેલાના શિકારીઓના અનુભવ પર આધારિત આ કથા સંગ્રહ એક મસ્ત વાંચન અનુભવ આપી શકે. લેખકે કહેલી શિકારકથાઓમાં ઘણું વૈવિધ્ય છે. એક
તરફ આદમખોર દીપડાના શિકારની વાત છે તો બીજી તરફ એક પાગલ હાથીના શિકારની પણ વાત છે. એક વાર્તામાં લેખક અજગરના ભરડાની વાત કરે છે તો બીજીમાં એક કિંગ કોબ્રા કોબ્રા જંગલી કુતરાઓના સકંજામાં કેમ
સપડાયો તેની પણ વાત છે. આગ ઓકતા ઝાડ, વાઘ બની જતા સાધુ કે પાગલ ગેંડા વિશેની વાતો ખુબ જ આશ્ચર્ય પમાડે તેવી છે. કિશોર સાહસકથાઓના દુકાળમાં આપણા વારસાની આ ચોપડી કિશોરો માટે વાંચનયાત્રા શરુ
કરવાનું એક મસ્ત સ્ટાર્ટર પેક બની શકે.
બોલિવૂડમાં આમેય શિકાર પર ફિલ્મો એકાદ-બે માંડ બની હશે તેમાં જિમ કોરબેટસાહેબની આ શિકારકથા એક રોમાંચક ફિલ્મ માટેની પરફેક્ટ સ્ક્રીપ્ટ બની શકે. મારા મતે આવી ફિલ્મને વિશાલ ભારદ્વાજ, શૂજીત સરકાર કે
અનુરાગ કશ્યપ ડિરેકટર તરીકે ન્યાય આપી શકે.
- Advertisement -
પૂર્ણાહુતિઃ
जब इंसान की किस्मत में जीना लिखा होता है तो वो पहाड़ों की चोटियों से गिरकर भी बच जाता है, पर जब उसकी किस्मत में मरना लिखा हो तो सिर्फ सीढ़ियों से गिरना ही काफी है।
श्रीराम शर्मा




