રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય : કાલથી બે દિવસ ભારે વરસાદની આગાહી
આજે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના
- Advertisement -
ગુજરાતમાં વરસાદનું જોર ઘટયા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ૮ અને ૯ ઓગસ્ટે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ૮ ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યારબાદ ૯ ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે થલો એલર્ટ થથાવત રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફંકાઈ શકે છે. ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી ૪૮૦.૯ ળળ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય ૪૧૬ ળળ કરતાં ૧૬% વધુ છે. હાલમાં એક્ટિવ સિસ્ટમ્સના કારણે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બરાબરનો જામશે. ચાલુ સિઝનમાં ૭ ઓગસ્ટ, ૨૦૨૬ (સવારે ૧૦ વાગ્યા) સુધીમાં રાજ્યમાં કુલ સરેરાશ ૨૫.૦૮ ઇંચ (૭૦.૧૦%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઝોન વાઈસ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૫૮.૮૧ ઈંચ (૯૬.૮૭%) અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૧.૬૨ ઈંચ (૬૭.૦૫%) વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ૧૬.૩૮ ઈંચ (૫૪.૫૮%), ઉત્તર ગુજરાતમાં ૧૪.૭૮ ઇંચ (૫૧.૩૯%) અને કચ્છમાં ૫.૭૨ ઈંચ (૨૯.૦૫%) વરસાદ નોંધાયો છે.
રાજયનાં ડેમ અને જળાશયોની સ્થિતિ
સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં મોટો જળજથ્થો જમા થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં હાલ ૮૧.૦૧% (2,70,622 meft) જેટલો જળસંગ્રહ થઈ ચૂક્યો છે અને તેમાં ૩૩,૪૦૦ ક્યુસેક પાણીની આવક સક્રિય છે. રાજ્યના અન્ય ૨૦૬ મુખ્ય જળાશયોમાં તેમની કુલ ક્ષમતાના ૬૩.૮૩% (3,56,096 mcft) પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલમાં રાજ્યના ૨૬ ડેમ ૧૦૦% ભરાઈને સંપૂર્ણ ઓવરફલો થયા છે, જ્યારે પાણીની વધતી આવકને કારણે ૩૭ ડેમ ‘હાઈ એલર્ટ’, ૦૭ ડેમ ‘એલર્ટ અને ૧૧ ડેમ ‘વોર્નિંગ’ સિગ્નલ હેઠળ મૂકવામાં આવ્યા છે.




