NEP 2020 અંતર્ગત વિદ્યાર્થીઓનું હવે 360 ડિગ્રી સર્વાગી મૂલ્યાંકન કરાશે
ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના રાજ્યો ગુજરાતના મોડેલથી પ્રેરાયા
- Advertisement -
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP-2020)ના અસરકારક અમલીકરણની દિશામાં ગુજરાતે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસિલ કરી છે. રાજ્ય સરકારે પરંપરાગત પ્રિન્ટેડ રિપોર્ટ કાર્ડના સ્થાને સંપૂર્ણ `ડિજિટલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ડિજિટલ HPC લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની આ નવીન પહેલને NCERT-PARAKH દ્વારા બિરદાવવામાં આવી છે.
નવી શિક્ષણ નીતિની ભાવના અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર વાર્ષિક પરીક્ષાના ગુણ પૂરતું મર્યાદિત નહીં રહે. HPC હેઠળ વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શનની સાથે તેની સર્જનાત્મકતા, જીવનમૂલ્યો, સંવાદ કૌશલ્ય, રમતગમત, કલા તેમજ સામાજિક અને ભાવનાત્મક વિકાસનું ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયામાં શિક્ષક ઉપરાંત સ્વયં વિદ્યાર્થી, તેના વાલી અને સહાધ્યાયીનું પણ યોગદાન રહેશે.
પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સંપૂર્ણ ડિજિટલ HPC સિસ્ટમ વિકસાવવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે SSAના સહયોગથી આ ઓનલાઈન મોડયુલ તૈયાર કર્યું છે, જેનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી દાખલ કરી શકશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી દરેક જિલ્લાની ૧૦ ટકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાયલોટ ધોરણે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોએ પણ ગુજરાતના આ મોડેલનો અભ્યાસ કરવામાં ચિ દાખવી છે. નવા શૈક્ષણિક વર્ષથી દરેક જિલ્લાની ૧૦% સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં HPC લાગુ કરાશે. શિક્ષકોને તાલીમ આપવા ઝોન-વાઈઝ વર્કશોપનું આયોજન કરાયું છે.
- Advertisement -
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી રાજ્યના દરેક જિલ્લામાં પસંદગીની ૧૦ ટકા સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાયલોટ ધોરણે HPCનો અમલ શરૂ કરવામાં આવશે. રાજ્યભરમાં શિક્ષકોને તાલીમ આપવા ઝોન-વાઈઝ વર્કશોપ પણ યોજાયા છે. PARAKH-NCERT CEO ડો. ઈન્દિરાણી ભાદુરીએ ગુજરાતની આ પહેલને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ગણાવી અભિનંદન પાઠવ્યા છે. અન્ય રાજ્યોના શિક્ષણ બોર્ડના પ્રતિનિધિઓએ પણ ગુજરાતના ડિજિટલ HPC મોડેલને ઉત્તમ પહેલ ગણાવી છે.




