વ્હિસ્કી અને રમ તરીકે વેંચાતા ઉત્પાદનો ગેરમાર્ગે દોરનારા અને હલકી ગુણવત્તાવાળા સાબિત થયા
-જેમ લોકો દૂધ, ઘી, મસાલા, બિસ્કિટ અથવા અન્ય કોઈપણ પેકેજ્ડ ખાદ્ય પદાર્થ ખરીદતી વખતે કિંમત, પેકિંગ તારીખ, સમાપ્તિ તારીખ અને તેમાં ઉમેરાયેલા ઘટકોની યાદી તપાસે છે તેવી જ રીતે હવે દારૂ ખરીદતી વખતે બોટલ પરની માહિતી, ખાસ કરીને તેમાં ઉમેરાયેલા ઘટકોની યાદી વાંચવી જરૂરી બની ગઈ છે. અત્યાર સુધી મોટાભાગના લોકો દારૂ ખરીદતી વખતે ફક્ત બ્રાન્ડ અને કિંમત પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. જોકે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા તાજેતરની તપાસમાં સ્પષ્ટ થયું છે કે દારૂમાં પણ ગંભીર ભેળસેળ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં ઓલ્ડ મોન્ક રમ અને મેકડોવેલ્સના નંબર ૧ રમના નમૂનાઓ પરીક્ષણમાં નિષ્ફળ ગયા પછી ઇન્દોરમાં છ મુખ્ય બ્રાન્ડના નમૂનાઓ પણ નિષ્ફળ ગયા છે. પરીક્ષણમાં સૌથી મહત્વપૂર્ણ તારણ એ આવ્યું કે, વ્હિસ્કી અને રમની આ બોટલોમાં વાસ્તવિક રમ અથવા વ્હિસ્કીને બદલે સ્વાદ એટલે કે ફ્લેવર્સ હતો. FSSAI અનુસાર ફકત સ્વાદ ધરાવતી પ્રોડફટને વાસ્તવિક રમ અથવા વ્હિસ્કી તરીકે રજૂ અથવા વેચી શકાતી નથી. આ જ કારણ છે કે આવા કિસ્સાઓમાં ખોટા બ્રાન્ડિંગ, ગેરમાર્ગે દોરનારા અને હલકી ગુણવત્તાવાળા ઘટકોનો ઉલ્લેખ કરીને નમૂનાઓને નિષ્ફળ જાહેર કરવામાં આવે છે અને તેમના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
- Advertisement -
FSSAIએ ઇન્દોરમાં ખંડવા રોડ પર બરવાહ નજીક ખોડી ગામમાં એક જ સંકુલમાં આવેલી ત્રણ કંપનીઓના ઉત્પાદન એકમોમાંથી એકત્રિત કરાયેલા છ પ્રખ્યાત દારૂ બ્રાન્ડના નમૂનાઓને ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ જાહેર કર્યા છે. FSSAIએ આ તમામ ઉત્પાદનોને ખોટી બ્રાન્ડવાળા, ગેરમાર્ગે દોરનારા અને સબ-સ્ટાન્ડર્ડ તરીકે વર્ગીકૃત કર્યા છે. પરિણામે સંબંધિત કંપનીઓને નોટિસ જારી કરવામાં આવી છે. જેમાં તેમને એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવાની નિર્દેશ ઊપવામાં આવ્યો છે. જો સંતોષકારક જવાબ ન મળે તો આ દારૂના વેચાણ પર પ્રતિબંધ સહિત વધુ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. FSSAI મુજબ -રમ અને વ્હિસ્કી જેવા આલ્કોહોલિક પીણાંમાં વિશિષ્ટ સુગંધ અને સ્વાદ તેમની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન કુદરતી રીતે વિકસિત થવા જોઈએ. આ સ્વાદ અને સુગંધ કુદરતી રીતે આથો, નિસ્યંદન અને ઘણા કિસ્સાઓમાં લાકડાના બેસ્લમાં એજડ કરવામાં આવે છે. તેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (આલ્કોહોલિક બેવરેજીસ) રેગ્યુલેશન્સ ૨૦૧૮ રમ અને વ્હિસ્કીમાં અલગ રમ અથવા વ્હિસ્કી ક્લેવર ઉમેરવાની જોગવાઈ કરતું નથી. જો કોઈ ઉત્પાદનને મૂળ રમ અથવા વ્હિસ્કીને બદલે રમ અથવા વ્હિસ્કીમાં તેનો સ્વાદ એટલે ક્લેવર્સ ઉમેરી આપવામાં આવે છે અને પછી તે જ નામથી વેચવામાં આવે છે તો તે ગ્રાહકો માટે ગેરમાર્ગે દોરનારું માનવામાં વામાં આવે છે. આ જ કારણ છે કે દારૂ ખરીદતી વખતે બોટલ પરના ઘટકોની સૂચિ વાંચવી એ કોઈપણ અન્ય પેકેજડ ખોટાક પરના ઘટકો વાંચવા જેટલું જ મહત્વપૂર્ણ બની ગયું છે.
યુનાઈટેડ સ્પિરિટ્સ દેશની સૌથી મોટી લિકર કંપનીઓમાંની એક
મેકડોવેલ્સની નંબર વન રમનું ઉત્પાદન યુનાઈટેડ સ્પિરિટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે ભારતની સૌથી મોટી દારૂ કંપનીઓમાંની એક છે. કંપનીના પોર્ટફોલિયોમાં મેકડોવેલની નંબર વન, રોયલ ચેલેન્જ, સિગ્નેચર, એન્ટિક્વિટી, બેગપાઈપર, ડિરેક્ટર્સ સ્પેશિયલ, બ્લેક કોગ, બ્લેક એન્ડ વ્હાઈટ, જોની વોકર, સ્મિનોંક, કેપ્ટન મોર્ગન, ટેન્કરે અને ગોર્ડન જેવી અસંખ્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. દેશના સૌથી મોટા દારૂ ઉત્પાદકોમાંના એક યુનાઇટેડ સ્પિરિટ્સનું મહારાષ્ટ્રના બારામતીમાં પ્રાથમિક ઉત્પાદન અને બોટલિંગ યુનિટ છે. FSSAI એ અગાઉ ત્યાંથી મેકડોવેલ્સની રમના નમૂના એકત્રિત કર્યા હતા, જે પરીક્ષણમાં નિષ્ફળ ગયા હતા. મેકડોવેલ્સની રમના નમૂનાઓ ઈન્દોરમાં પણ પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે. જોકે ઈન્દોરમાં તેનું પોતાનું ઉત્પાદન યુનિટ હોવા છતાં યુનાઈટેડ સ્પિરિટ્સ આ બ્રાન્ડનું ઉત્પાદન એસોસિએટેડ આલ્કોહોલ્સ અને બ્રુઅરીઝ લિમિટેડને આઉટસોર્સ કરે છે. તેવી જ રીતે અન્ય બ્રાન્ડ્સ પણ તેમના કેટલાક દારૂનું ઉત્પાદન અન્ય કંપનીઓ દ્વારા કરે છે.
- Advertisement -
ત્રણ કંપનીનાં છ આલ્કોહોલ બ્રાન્ડના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ
યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ
એન્ટિક્વિટી બ્લુ વ્હિસ્કી રોયલ ચેલેન્જ વ્હિસ્કી
એસોસિએટેડ આલ્કોહોલ્સ
સેન્ટ્રલ પ્રોવિન્સ સુપિરિયર મેઈન વ્હિસ્કી
મેકડોવેલની નંબર ૧ x00X રમ
ઇનબુ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ
બેગપાઈપર ક્લિક્સ વ્હિસ્કી
ઓલ્ડ કાસ્ક ડિલક્સ XXX રમ




