ઇરાને કતાર, કુવૈત, બહેરીનમાં અમેરિકી બેઝ પર ડ્રોન એટેક કરી મિસાઇલ સિસ્ટમ અને રડાર સિસ્ટમને ઉડાવ્યા
ઇરાન પર અમેરિકાના હુમલા બાદ તેહરાન-મશહદ ટ્રેન સેવા બંધ
- Advertisement -
ઈરાને જણાવ્યું છે કે તેણે કતાર, કુવૈત અને બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ડ્રોન હુમલા કર્યા છે. ઈરાની સેના અનુસાર, હુમલાઓમાં કુવૈતના પેટ્રિયટ મિસાઈલ સિસ્ટમ, કતારના અર્લી વોર્નિંગ સેટેલાઇટ એન્ટેના અને બહેરીનમાં અમેરિકી સેનાના ફ્યુઅલ ટેન્કને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલાઓ માટે મોટી સંખ્યામાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પહેલાં અમેરિકાએ ઈરાન પર સતત બીજા દિવસે મોટા પાયે એરસ્ટ્રાઈક કરી. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ લગભગ 90 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો દાવો કર્યો. આ હુમલાઓથી ઈરાનના અહવાઝમાં 3 લોકોના મોત થયા છે. ઈરાની સેનાએ કહ્યું કે તે અમેરિકી હુમલાઓનો જવાબ આપતી રહેશે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન સમજૂતી ઈચ્છે છે, પરંતુ તેમને આ વાત પર ભરોસો નથી કે તેહરાન સમજૂતીનું પાલન કરશે.
ખામેનીના અંતિમ સંસ્કારમાં વિલંબ થયો છે. ઈરાની સરકારી ટીવી અનુસાર, ઈરાકના નજફ અને કરબલામાં અંતિમ યાત્રા દરમિયાન અપેક્ષા કરતાં વધુ ભીડ એકઠી થવાને કારણે કાર્યક્રમ નિર્ધારિત સમય કરતાં પાછળ ગયો. હવે ખામેનીને ભારતીય સમય અનુસાર આજે 4:30 વાગ્યે ઈરાનના મશહદમાં દફનાવવામાં આવશે. પહેલા અંતિમ સંસ્કાર સવારે થવાના હતા. અમેરિકી હુમલા બાદ ઈરાને તેહરાન-મશહદ રેલવે લાઇન પર મુસાફર ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. ઈરાન રેલવે અનુસાર, હુમલામાં રેલવે લાઇનનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેના પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રેલવે પ્રશાસને જણાવ્યું કે ઘટનાસ્થળે ટેકનિકલ અને ઓપરેશન ટીમો મોકલી દેવામાં આવી છે અને ટ્રેકના સમારકામનું કામ ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે રેલ સેવા વહેલી તકે પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મુસાફરોની મુસાફરી પ્રભાવિત થઈ છે, તેમને રોડ માર્ગે મશહદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
યુએસએ ઇરાન પર એરસ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો
સેન્ટકોમે ઇરાન પર તાજેતરની એરસ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો છે. સેન્ટકોમે દાવો કર્યો કે 8 જુલાઈના રોજ થયેલા આ અભિયાનમાં ઇરાનના લગભગ 90 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. અમેરિકા મુજબ હુમલાઓમાં એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાંઠાના સર્વેલન્સ ઠેકાણાં, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ સાઇટ્સ, નૌકાદળના ઠેકાણાં અને સૈન્ય લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવ્યા.
- Advertisement -
IRGCનો દાવો- અમેરિકાએ મશહદ જતા પુલોને નિશાન બનાવ્યા
ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ દાવો કર્યો છે કે અમેરિકાએ તાજેતરના હવાઈ હુમલામાં મશહદ જતા રસ્તાઓના પુલોને નિશાન બનાવ્યા. IRGC મુજબ આ હુમલો ખામેનીના અંતિમ સંસ્કાર દરમિયાન ધ્યાન ભટકાવવા અને સમારોહને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો હતો. આ પહેલાં ઈરાની સરકારી બ્રોડકાસ્ટર IRIB એ દાવો કર્યો હતો કે અમેરિકી સેનાએ ગોલિસ્તન પ્રાંતના અક ટેકેહ ખાન રેલવે બ્રિજ પર સાત મિસાઈલો છોડી હતી, જેમાંથી બે રેલવે ટ્રેક પર ફાટી હતી.




