ગુરૂગ્રામમાં 10 કિમી લાંબો ટ્રાફિકજામ થયો, વર્ક ફ્રોમ હોમની અપીલ
મુંબઈમાં સતત વરસાદ ચાલું છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં બે-બે ફટ પાણી ભરાઈ ગયું. નેશનલ ગઇં-૪૮ ધસી પડ્યો છે, જેના કારણે ૧૦ કિમી લાંબો જામ લાગી ગયો. સર્વિસલેનની ગટરમાં એક સ્કૂલ બસ પણ ફસાઈ ગઈ છે. રાજસ્થાનના જાલોરમાં જીપ નદીમાં પલટી ગઈ. ચિત્તોડગઢમાં વીજળી પડવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત થયા. જ્યારે, મધ્ય પ્રદેશના જબલપુરમાં મંગળવારે સાંજે પાંચ માળની ઇમારત ધરાશાયી થઈ.
યુપીના ૫૦ શહેરોમાં મંગળવારે વરસાદ થયો. મથુરા અને શામલીમાં રસ્તાઓ પર નદીઓ જેવું પાણી વહેતું હતું. કારો અને બાઈકો તણાવા લાગી. અમરોહામાં એક કલાકના વરસાદથી દિલ્હી-લખનૌ હાઈવે પર પાણી ભરાઈ ગયું. દિલ્હી અને મુંબઈમાં થઈ રહેલા ભારે વરસાદની અસર ફ્લાઇટ્સ પર પણ પડી છે. ઘણી ફ્લાઈટ્સ મોડી પડી છે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં ૭થી ૯ જુલાઈ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે.
- Advertisement -
૩૯ ટ્રેન રદ, લોકલ ટ્રેન ૩૦ મિનિટ મોડી
વરસાદને કારણે મુંબઈમાં લોકલ ટ્રેનો ૨૫-૩૦ મિનિટ મોડી ચાલી રહી છે. વસઈ-વિરાર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં પાણી ભરાઈ જવાને કારણે ૩૯ ટ્રેનો રદ કરવી પડી હતી. ૨૧ ટ્રેનોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવી હતી અને ૪૬ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે વિહાર અને તુલસી સરોવરો છલકાઈ ગયા હતા. મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં આ બંને સરોવરોનો સમાવેશ થાય છે. જોકે, હાલમાં તમામ સાત જળાશયોમાં પાણીનો કુલ સંગ્રહ માત્ર ૪૧.૪૩% છે.




