એકને ઇજા, બંને પક્ષના છ શખ્સો વિરુદ્ધ માલવીયાનગર પોલીસમાં સામસામે ફરિયાદ
આજે તો જાનથી મારી નાખવા છે કહી મહિલા-પુરુષોને પણ ગાળો ભાંડી : તપાસ શરુ
- Advertisement -
રાજકોટના નહેરૂનગરમાં બે જૂથ વચ્ચે ગાળો બોલવા પ્રશ્ને સશસ્ત્ર અથડામણ થતાં છરીઓ ઉડી હતી એક શખ્સને ઇજા થતા માલવીયાનગર પોલીસે બંને પક્ષે છ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટના નાનામવા મેઈન રોડ પર માલધારી ચોક પાસે નહેરૂનગર પ્રાઇવેટમાં રહેતાં કરણભાઇ જીલુભાઈ કુંભારવાડીયા ઉ.28એ પ્રતાપસિંહ ઉર્ફે પત્યો સુખદેવસિંહ જાડેજા, હેમાંગ ઉર્ફે હેમભા સુખદેવસિંહ જાડેજા અને ભાવિન દેવડા સામે માલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈ રાત્રીના માલધારી ચોકમા આવેલ સુરજભાઈ ડેરની ઓફીસમા બેઠો હતો. તેના કાકાના દિકરા ભાઇ અર્જુન કુંભારવાડીયા તથા યુવરાજ કુંભારવાડીયા અને તેના મિત્રો બધા ઓફીસની બહાર રોડ પર બેઠા હતા. આ દરમ્યાન પ્રતાપસિંહ ઉર્ફ પતીયો ત્યાં રોડ ઉપર આવી કોઇ કારણ વગર બહાર જે બધા બેઠેલ તેને ગાળો દેવા લાગેલ જેથી અવાજ આવતા બહાર નિકળેલ અને જોયેલ તો આ પ્રતાપસિહ કાકાના દિકરા યુવરાજને ગાળો દેવા લાગેલ અને આ પતીયાએ કારણ વગર યુવરાજને બે ત્રણ ફડાકા મારી ઝગડો કરવા લાગ્યો હતો યુવકે તેને ગાળો બોલવાની તથા ઝઘડો કરવાની ના કહેતા આ પતીયો કહેવા લાગેલ કે, તમે બધા અહીંથી ભાગો નહી તો તમને બધાને જાનથી મારી નાખીસ અને આ દરમ્યાન થોડી વારમા આ પતીયાનો ભાઈ હેમાંગ તથા તેનો મિત્ર ભાવિન આવેલ અને આવીને યુવક સાથે પણ ઝઘડો કરી ગાળા ગાળી કરવા લાગ્યા હતાં હેમભા બોલવા લાગેલ કે, તુ કેમ મારા ભાઇ સાથે ઝઘડો કરે છે તેમ કહી આ હેમભાએ છરી ઉગામેલ અને વાળ પકડી બે ત્રણ ફાડકા મારી દિધેલા હતાં. ગાળો બોલી તને આજે જાનથી મારી નાખવો છે કહી છરીનો એક ઘા હાથે મારી દિધો હતો. દરમિયાન યુવકના પત્ની ધારા, માતા ભાવનાબેન આવી જતા આ લોકોએ તેને પણ ગાળો આપી ફડાકા મારી દિધેલા અને ત્યાં માણસો ભેગા થઇ જતા આ ત્રણેય ભાગ ગયા હતા.
જ્યારે સામા પક્ષે નહેરૂનગરમાં રહેતાં હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજા ઉ.29એ કરણ જીલુ કુંભારવાડીયા, અર્જુન નરેશ કુંભારવાડીયા અને યુવરાજ નરેશ કુંભારવાડીયા સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે ટિફીન સર્વીસનુ કામ કરે છે ગઇ રાત્રીના તેમના મિત્ર ભુપતનો ફોન આવેલ કે, તારા ભાઈ સાથે માલધારી ચોકમા કોઈ ઝઘડો કરે છે. જેથી માલધારી ચોકમા જઈને જોયેલ તો ત્યા કરણ, અર્જુન તથા યુવરાજ ત્રણેય જણા ભાઈ પ્રતાપ જાડેજાને આડેધડ ઢીકા પાટુનો માર મારતા હતાં. યુવક વચ્ચે છોડાવવા જતા આ ત્રણેય શખ્સો તેમને પણ ગાળો આપી કહેવા લાગેલ કે, આજ તો તારા ભાઈને જાનથી મારી નાખવો છે તેમ કહી કરણ કુંભારવાડીયાએ નેફામાથી છરી કાઢેલ અને છરીનો એક ધા મારા હાથના ભાગે મારી દીધો હતો યુવકને લોહી નિકળવા લાગેલ બાદમા મિત્ર ભુપતભાઈ તથા ભાવિન દેવડા આવી જતા વધુ ઝઘડો થતા રોકેલ અને ઝઘડો શાંત થતા આ લોકો બોલતા હતા કે, તને તો આજે જાનથી મારી નાખવો છે. બાદમા હાથમા લોહી નિકળતુ હોય જેથી સારવાર અર્થે સરકારી હોસ્પીટલ ગયેલ હતો. બનાવ અંગેની સામસામે ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે બંને પક્ષે છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




