ગુજરાત આપ (AAP) ના પ્રદેશ કન્વીનર દેવેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં આ વિશાળ વિરોધ રેલી યોજાઈ, કાર્યકરોમાં ભારે રોષ
આમ આદમી પાર્ટી (AAP) ના લોકપ્રિય નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને થયેલી સજાના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ચૈતર વસાવાના સમર્થનમાં આજે વેરાવળના ઐતિહાસિક ટાવર ચોક ખાતેથી આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય પદયાત્રા અને વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત આપ (AAP) ના પ્રદેશ કન્વીનર દેવેન્દ્ર સોલંકીની અધ્યક્ષતામાં આ વિશાળ વિરોધ રેલી યોજાઈ હતી. ટાવર ચોક ખાતેથી શરૂ થયેલી આ પદયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલી દરમિયાન આપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ચૈતર વસાવા પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.ચૈતર વસાવાને થયેલી સજાને પગલે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે. આજની આ ભવ્ય પદયાત્રા અને વિરોધ પ્રદર્શનને જોતા આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને વધુ આક્રમક મૂડમાં દેખાય તેવા પૂરેપૂરા સંકેતો મળી રહ્યા છે. આ રેલીમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




