બર્થ ડે પાર્ટ..250 KMની સ્પીડ અને ટુકડાઓમાં વિખેરાયા મૃતદેહ : 30 મીટર દૂર જઇને પડ્યુ BMWનું એન્જિન
ટક્કરના કારણે કાર ઉછળી, ડિવાઇડરના બે ભાગોની વચ્ચે જઇને અટકી
- Advertisement -
મહારાષ્ટ્રના થાણેમાં બદલાપુર નજીક મુંબઈ-વડોદરા હાઈવે પર એક ઝડપી BMW કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં બે લોકોનાં મોત થયા હતા, જ્યારે કાર ચલાવી રહેલો યુવક ઘાયલ થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી. તેનું એન્જિન અકસ્માત સ્થળથી લગભગ 30 મીટર દૂર જઈને પડ્યું હતું. પોલીસ મૃતકોમાંથી એકની સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરી રહી છે. જેમાં અકસ્માત પહેલા કારને 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હોવાની રેકોર્ડિંગ કરવામાં આવી હતી. પોલીસને શંકા છે કે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને સ્ટંટ કરવાને કારણે આ અકસ્માત થયો હતો. મૃતકોની ઓળખ યોગેશ નેગી (26) અને રેબેકા જેકબ (24) તરીકે થઈ છે. બંને બાંદ્રામાં રહેતા હતા. BMW માલિક અંગદની કલ્યાણની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યોગેશ નેગીનો જન્મદિવસ હતો. શનિવારે સાંજે અંગદ, રેબેકા અને યોગેશે બદલાપુર (પશ્ચિમ)માં જન્મદિવસની ઉજવણી કરી અને પછી એક્સપ્રેસ વે તરફ નીકળી પડ્યા. પોલીસને 9,000 રૂપિયાનું એક બિલ મળ્યું છે. એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર રોકવા માટે ઘણી જગ્યાએ કોંક્રિટ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે, તેજ ગતિએ ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરે કદાચ બેરિકેડથી બચવાનો પ્રયાસ કર્યો અને કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને વચ્ચેના ડિવાઈડર સાથે અથડાઈ. ટક્કરના કારણે કાર ઉછળી ગઈ અને ડિવાઈડરના બે ભાગોની વચ્ચે જઈને અટકી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, ‘હું શનિવારે મોડી રાત્રે વોક કરી રહ્યો હતો, ત્યારે 2 થી 3 વાગ્યાની વચ્ચે કાર બે વાર ખૂબ જ તેજ ગતિએ પાસેથી પસાર થઈ. ત્રીજી વારમાં ટક્કરનો અવાજ સાંભળ્યો. જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ગાડી સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી. એક યુવતી ઘણી દૂર જઈને પડી હતી. જ્યારે એક યુવકનું માથું ફાટી ગયું હતું.’




