રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવાના હેતુથી વિવિધ સુવિધાઓ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટેની વ્યવસ્થાને વધુ સુલભ અને આધુનિક બનાવવામાં આવી છે. હવે શહેરના નાગરિકોએ અલગ-અલગ નંબરો યાદ રાખવાની જરૂર રહેશે નહીં. અગાઉના કોલ સેન્ટર નંબરો (૦૨૮૧-૨૪૫૦૦૭ અને ૧૮૦૦-૧૨૩-૧૯૭૩) ના સ્થાને હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ૧૫૫૩૦૪ ડાયલ કરીને મહાનગરપાલિકાના કુલ ૪૩ વિભાગોને લગતી ફરિયાદો સરળતાથી નોંધાવી શકાશે.
ચોમાસા દરમિયાન ડ્રેનેજ સંબંધિત ફરિયાદો માટે વોર્ડવાઈઝ નંબરો
ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદને કારણે ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાઓ વધતી હોય છે. આ માટે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા ઝોન અને વોર્ડ મુજબ સીધા સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે:
- Advertisement -
| વોર્ડ / ઝોન | ફોન નંબર | વોર્ડ / ઝોન | ફોન નંબર |
| વોર્ડ ૧ (WZ) | ૯૪૨૬૨ ૨૭૫૨૧ | વોર્ડ ૧૧ અને ૧૨ મવડી (WZ) | ૯૬૨૪૭ ૦૪૭૮૧ |
| વોર્ડ ૨ (CZ) | ૦૨૮૧ ૨૪૭૧૬૨૭ | વોર્ડ ૧૨ (WZ) વાવડી માટે | ૭૮૭૪૮ ૦૨૮૩૭ |
| વોર્ડ ૩ (CZ) | ૦૨૮૧ ૨૪૪૧૬૨૭ | વોર્ડ ૧૩ (CZ) | ૮૪૮૫૯ ૧૫૩૦૧ |
| વોર્ડ ૪ (EZ) | ૯૪૨૮૪ ૬૧૦૯૭ | વોર્ડ ૧૪ (CZ) | ૯૧૦૬૦ ૧૪૧૪૩ |
| વોર્ડ ૫ (EZ) | ૯૧૫૭૭ ૩૦૦૯૯ | વોર્ડ ૧૫ (EZ) | ૭૦૯૬૩ ૩૦૪૪૭ |
| વોર્ડ ૬ (EZ) | ૯૪૦૮૯ ૮૬૫૮૨ | વોર્ડ ૧૬ (EZ) | ૮૭૩૫૮ ૭૧૧૮૦ |
| વોર્ડ ૭ (CZ) | ૦૨૮૧ ૨૨૩૪૭૧૬ | વોર્ડ ૧૭ (CZ) | ૯૫૧૨૪ ૦૪૧૮૦ |
| વોર્ડ ૮ અને ૧૦ (WZ) | ૦૨૮૧ ૨૪૫૪૭૧૫ / ૬૩૫૪૦ ૮૨૯૪૭ | વોર્ડ ૧૮ (EZ) | ૯૭૧૨૯ ૦૧૧૮૦ |
| વોર્ડ ૯ (WZ) | ૦૨૮૧ ૨૫૮૭૫૨૧ | સિટી બસ પૂછપરછ | ૭૦૯૬૦ ૮૮૧૮ |




