ભારત આઝાદીના ૭૫ વર્ષ તેમજ ભારતના વિકાસ અને સિધ્ધીની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ તથા કલીન ઇન્ડીયા પોગ્રામ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે હેતુથી વેસ્ટ ઝોનના જુદાજુદા વોર્ડમાં આવેલ સ્વપ્નલોક રેસી., રોયલ પાર્ક, ઓમ રેસીડેન્સી, સિલ્વર સ્ટોન સોસાયટી, ઉત્સવ પાર્ક સોસયાટી,આદર્શ સીટી સોસાયટી વિગેરે સોસાયટીઓના રહેવાસીઓને સોસાયટીની સઘન સફાઈ, સોર્સ સેગ્રીગેશન, હોમ કમ્પોસ્ટીંગ વિગેરે જેવી બાબતે જાણકારી/માર્ગદર્શન આપવા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં સોસાયટીના પ્રમુખો તેમજ રહેવાસીઓને રાજકોટ મહાનગરપાલિકાના નાયબ પર્યાવરણ ઈજનેર તુવર તેમજ વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા લોકોને ભીના કચરા તેમજ સુકા કચરાના સેગ્રીગેશન અંગેની તેમજ હોમ કમ્પોસ્ટીંગ કરવા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.

- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા મદદનીશ પર્યાવરણ ઈજનેર શાહ અને ખાંભલા તેમજ સેનિટેશન ઓફિસર વ્યાસ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમમાં જુદીજુદી સોસાયટીના બહોળી સંખ્યામાં રહેવાસીઓ દ્વારા ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ.
ઉપરોક્ત અખબારી યાદી આપના અખબારમાં વિના:મુલ્યે પ્રસિધ્ધ કરવા વિનંતી.



