પ્રસ્થાન:
બીમારી અલગ અલગ હોઈ શકે પણ સ્વાસ્થ્ય એક જ હોય
– ઓશો
એક ગામમાં મલેરિયા રોગ કોઈ દાવાનળની જેમ ફેલાયેલો હતો. ગામની પાંચ હજારની વસ્તીએ એક જ ડોક્ટર હતો પણ તે આ મહામારી નાબૂદ કરવામાં નિષ્ફળ ગયો. પછી તો શું પ્રજાનો રોષ ફાટીને ધુમાડે ગયો અને તેઓએ તે ડોક્ટરને પાણીચું પકડાવી દીધું. તેની બદલે આવેલા ડોક્ટરે જોરશોરથી જાહેરાત કરી કે તે મેલેરિયાની દવા આપશે. પછી તો શું! ધડાધડ લોકો તેની પાસે દવા લેવા આવવા માંડ્યા. આખા ગામના લોકોએ દવા લીધી. થોડા દિવસ તો કંઈ ન થયું. પછી ખબર પડી કે ડોક્ટરે દવા આપવાના બહાને લોકોને ચિકનગુનિયાનો ચેપ લગાડી દીધો કારણ કે તેની પાસે ચિકનગુનિયાની દવા હતી મલેરિયાની નહિ. હવે લોકો તેની પાસે ચિકનગુનિયાની જ દવા લેવા આવતા અને તે મોંમાંગી ફી લઈને દવા આપતો. આ ચક્કરમાં લોકો એ ભૂલી જ ગયા કે તેઓએ ડોક્ટરને બીમારી મટાડવા અને સ્વાસ્થ્ય સુધારવા બેસાડેલો હતો જૂની બીમારીની જગ્યાએ નવી બીમારી ફેલાવવા નહીં.
“ધુરંધરની પહેલા પણ હૈદર, મેં હું ના કે શૌર્ય જેવી પ્રોપેગંડા ફિલ્મો આવી જ હતી ત્યારે કેમ કંઈ ન બોલ્યા?”
“ધુરંધરમાં ખરેખર પ્રોપેગંડા શું છે? પાકિસ્તાનને આતંકવાદી દેશ બતાવ્યો તે? આપણા જાસૂસોને એકબીજાના પ્રેમમાં ન પાડ્યા તે કે નકલી નોટો પાકિસ્તાનનું ષડયંત્ર હતું એવું બતાવ્યું તે?”
“જો તમે ડાબેરી હોય કે મોદીવિરોધી હોય તો આ ફિલ્મ જોતા તમને હાર્ટ એટેક આવી જશે એ નક્કી.”
ઉપરોક્ત અવતરણો જેમણે ધુરંધરના સપોર્ટમાં મનફાવે એમ ફેંક્યા હોય તેવા મહાનુભાવો માટે ઉપરની દૃષ્ટાંતકથા આપી છે. પહેલા પ્રોપેગંડા ફિલ્મો બનતી હતી, હિન્દુવિરોધી ફિલ્મો બનતી હતી તો હાલની ફિલ્મો શું કરે છે? ફિલ્મો તો પ્રોપેગંડા જ બને છે અને હિન્દુવિરોધીની બદલે હિન્દુઓ માટે હાનિકારક ફિલ્મો બને છે. ફિલ્મોમાં કેટલા ફેકટ ટ્વીસ્ટ કરેલા છે તે તો ઓલરેડી ઘણાએ એક્સપોઝ કરેલું જ છે છતાં એક ઝલક:
ધુરંધર’ ફિલ્મમાં વાસ્તવિકતા વિરુદ્ધ કાલ્પનિકતા
ખોટી સમયરેખા (ઝશળયહશક્ષય): કંધાર હાઇજેકિંગ (1999), સંસદ હુમલો (2001) અને મુંબઈ હુમલા (2008) જેવી વર્ષોના અંતરે બનેલી અલગ-અલગ ઐતિહાસિક ઘટનાઓને ફિલ્મમાં ખૂબ જ ટૂંકા ગાળામાં એક જ મિશન તરીકે જોડી દેવાઈ છે.
પોલીસ અને ગેંગસ્ટરનું નાટકીયકરણ: કરાચીના એસપી ચૌધરી અસલમ અને ગેંગસ્ટર રહેમાન ડકૈત વચ્ચેની જટિલ લડાઈને કમર્શિયલ મસાલા ફિલ્મની જેમ રજૂ કરાઈ છે, જેમાં ભારતીય એજન્ટનો સીધો હસ્તક્ષેપ બતાવાયો છે જે વાસ્તવિકતાથી દૂર છે.
અવાસ્તવિક જાસૂસી (છઅઠ ઙજ્ઞિજ્ઞિંભજ્ઞહત): અંડરકવર એજન્ટનું પાત્ર પાકિસ્તાનના રાજકારણીની પુત્રી સાથે લગ્ન કરે છે અને હાઈ-પ્રોફાઈલ થઈને ફરે છે. વાસ્તવિક જાસૂસો મીડિયા કે લાઈમલાઈટથી દૂર, અત્યંત શાંતિથી કામ કરે છે.
પાત્રોનું અતિ-નાટકીયકરણ: અજીત ડોભાલ, ઇલ્યાસ કાશ્મીરી અને દાઉદ ઇબ્રાહિમ જેવા રિયલ લાઈફ પાત્રો પરથી પ્રેરિત કેરેક્ટર્સના અંગત જીવન અને મિશનના પરિણામોને માત્ર દેશભક્તિના જોશ અને મનોરંજન માટે બદલી નાખવામાં આવ્યા છે.
ડિપ્લોમસીનું અતિ-સરળીકરણ: ’ધુરંધર 2’ માં 2016 ની નોટબંધી અને પાકિસ્તાનની રાજકીય કટોકટી પાછળ માત્ર એક ભારતીય એજન્ટનો હાથ હોય તેમ બતાવાયું છે, જે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થતંત્રના નિયમો મુજબ અશક્ય છે.
બીજી તરફ ઘણા કહેવાતા લિબરલો અને ડાબેરીઓએ તથા બોલિવૂડના કથિત અનુભવી રિવ્યુઅરોએ આ ફિલ્મને મણમણની જોખાવી છે પણ ફિલ્મમેકિંગની દૃષ્ટિએ ફિલ્મ આમ સારી છે અને આ બધા એ વાત નહીં સ્વીકારે. એટલે આમ ફિલ્મના બહાને તે લોકોનું કટ્ટરપણું પણ છતું થઈ ગયું.
ખરેખર તો ફિલ્મ સામે વાંધો નથી, પહેલા અને બીજા ભાગમાં બહુ મજા પડી હતી પણ તેને જેમ જર્મન કવિ ગેટે અભિગ્નાન શકુન્તલમને માથે લઈને નાચ્યો હતો તેમ માથે લઈને ફરનારા સામે વાંધો છે. હજી તો ઘણું બાકી છે કહેવાનું પણ અત્યારે વિરામ લઈએ.
(ક્રમશ:)
પૂર્ણાહુતિ:
કોઈ એક જૂઠને દસવાર રીપીટ કરો એટલે લોકો તેને સાચું માનવા લાગે છે
– હિટલરનો પ્રચારમંત્રી જોસેફ ગોબેલ્સ



