ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની બેન્ચે ગેમિંગ એપ્સને મધ્યસ્થી નહીં પણ સપ્લાયર ગણાવી; ઓનલાઈન ગેમ્સ સટ્ટાબાજી અને જુગારની શ્રેણીમાં આવશે
ટેક્સ, 100% દંડ અને વ્યાજના તોતિંગ બોજથી ડ્રીમ 11, ખઙક સહિતની મોટી કંપનીઓ સંકટમાં; સપ્ટેમ્બર 2025થી આ સેક્ટરમાં 40% ૠજઝ ચૂકવવો પડશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર પાછલી અસરથી (છયિજ્ઞિંફભશિંદય) 28 ટકા ૠજઝ વસૂલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પાછલી અસરથી કર વસૂલાતનો આ નિર્ણય બંધારણીય રીતે તદ્દન માન્ય છે. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2023માં ૠજઝ કાઉન્સિલે સ્પષ્ટતા કરી હતી કે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર લગાવવામાં આવતી કુલ હોડની રકમ (ઇયિં અળજ્ઞીક્ષિ)ં પર 18 ટકાના બદલે 28 ટકા ૠજઝ લાદવામાં આવશે. આ જોગવાઈને દેશની 9 અલગ-અલગ હાઈકોર્ટમાં ગેમિંગ કંપનીઓ દ્વારા પડકારવામાં આવી હતી. જો કે, કેન્દ્ર સરકારની ટ્રાન્સફર પિટિશન બાદ સુપ્રીમ કોર્ટે તમામ કેસો પોતાની પાસે મંગાવીને આ મુદ્દે અંતિમ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ આર. મહાદેવનની સુપ્રસિદ્ધ બેન્ચે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ્સ માત્ર મધ્યસ્થી (ઈંક્ષયિંળિયમશફશિયત) નથી, પરંતુ ૠજઝ કાયદા હેઠળ તેમને ’કરપાત્ર સપ્લાયર’ ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ઓનલાઈન ગેમિંગની તમામ પ્રવૃત્તિઓ ૠજઝ માળખા હેઠળ સટ્ટાબાજી અને જુગારની શ્રેણીમાં જ આવે છે. આમાં ફેન્ટસી સ્પોર્ટ્સ અને અન્ય તમામ ડિજિટલ ગેમ્સનો સમાવેશ થાય છે જેમાં અનિશ્ચિત પરિણામો પર આર્થિક સટ્ટો લગાવવામાં આવતો હોય છે. આ કાનૂની આંચકા બાદ ગેમિંગ ઉદ્યોગનું આખું બિઝનેસ મોડેલ જોખમમાં મુકાઈ ગયું છે. ૠજઝ કાઉન્સિલની ઓગસ્ટ 2023ની જાહેરાત બાદ, ટેક્સ ઓછો ચૂકવવાના આરોપ હેઠળ દેશની નામાંકિત ગેમિંગ કંપનીઓને કુલ આશરે ₹1.12 લાખ કરોડની કરચોરીની નોટિસો ફટકારવામાં આવી હતી. ભારતભરના વર્તમાન ૠજઝ કાયદામાં આવી ટેક્સ માંગણીઓ પર 100 ટકા સુધીના તોતિંગ દંડની કડક જોગવાઈ છે. આ કાયદાકીય જોગવાઈ અને વ્યાજની ગણતરીને ધ્યાનમાં લેતા, સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ ઓનલાઈન ગેમિંગ કંપનીઓની કુલ નાણાકીય જવાબદારી (ટેક્સ+દંડ) વધીને આશરે ₹2.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે, જે આ ઉદ્યોગને બરબાદ કરી નાખવા માટે પૂરતી છે.
ડ્રીમ 11, ખઙક અને ડેલ્ટા કોર્પ જેવી દિગ્ગજ કંપનીઓ મુશ્કેલીમાં
- Advertisement -
ટેક્સ નિષ્ણાતોના મતે, આ ઐતિહાસિક નિર્ણયથી ભારતમાં રિયલ મની (વાસ્તવિક પૈસા) આધારિત ગેમિંગ ઉદ્યોગના કાનૂની અને વ્યાવસાયિક લેન્ડસ્કેપમાં મોટો પલટો આવ્યો છે. આ નિર્ણયની સીધી અને ઘાતક અસર ડ્રીમ11 (ઉયિફળ11), મોબાઇલ પ્રીમિયર લીગ (ખઙક), ગેમ્સ 24ડ્ઢ7 અને ડેલ્ટા કોર્પ જેવી વિશાળ કંપનીઓ પર તાત્કાલિક ધોરણે જોવા મળશે.
કંપનીઓ પર મોટો આર્થિક બોજ: નિષ્ણાતો માને છે કે પાછલી અસરથી લાગુ થયેલો આ કરવેરો ગ્રાહકો પાસેથી પાછળથી વસૂલી શકાતો નથી, જેથી આ તોતિંગ ખર્ચ કંપનીઓએ પોતે જ ભોગવવો પડશે.
વ્યવસાય મર્યાદિત કરવો પડશે: ગેમિંગ કંપનીઓએ હવે કાં તો બજારમાંથી તેમની કામગીરી મર્યાદિત કરવી પડશે અથવા કંપનીનું આખું માળખું બદલવું પડશે.
40 ટકા ૠજઝનો નવો નિયમ: પ્રાઇસ વોટરહાઉસ એન્ડ કંપનીના જણાવ્યા મુજબ, કંપનીઓએ હવે વ્યાજ-દંડ ભરવા ઉપરાંત સપ્ટેમ્બર 2025થી અમલી બનેલા સુધારેલા દરો મુજબ ઓનલાઈન ગેમિંગ પર 40 ટકા જેટલો ઊંચો ૠજઝ ચૂકવવો પડશે.
જણાવી દઈએ કે, ૠજઝ કાઉન્સિલની નવી સ્પષ્ટતા પહેલા, આ તમામ ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માત્ર પોતાની પ્લેટફોર્મ ફી (ૠજ્ઞિતત ઈંઝ છયદયક્ષીય) પર જ 18 ટકા ૠજઝ ચૂકવતી હતી, જે સામાન્ય રીતે કુલ હોડની રકમના માંડ 5 થી 20 ટકા જેટલી જ થતી હતી.



