કેરળમાં ભેજ નબળો હોવાથી ચોમાસું અટક્યું: ઞઙના બાંદામાં તાપમાન 47.4 ડિગ્રી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27
- Advertisement -
ભારતના 80-90% ભાગમાં 29 મે થી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ થઈ શકે છે. આ વરસાદ એટલા માટે મહત્વનો છે કારણ કે મોન્સુન હજુ કેરળ પહોંચ્યો નથી. હવામાન વિભાગે 26 મેનું અનુમાન લગાવ્યું હતું.
મોન્સુન આવવા માટે કેરળના 14 નિર્ધારિત સ્ટેશનોમાં સતત બે દિવસ 2.5 ળળ વરસાદ જરૂરી છે. દક્ષિણ-મધ્ય અરબી સમુદ્રમાં ચક્રવાતી સર્ક્યુલેશનથી વાદળો નબળા પડ્યા છે. આગામી 2-3 દિવસમાં મોન્સુન આગળ વધી શકે છે.
યુરોપિયન હવામાન એજન્સી યુરોપિયન સેન્ટર ફોર મીડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ઊઈખઠઋ) એ ભારતમાં 15 દિવસના વરસાદનું પૂર્વાનુમાન બહાર પાડ્યું છે. ઊઈખઠઋ સેટેલાઇટ, દરિયાઈ અને વાતાવરણીય ડેટાના આધારે હવામાનનો નકશો બનાવે છે. તેની તસવીરમાં આગામી 8 દિવસમાં દક્ષિણ ભારત, પૂર્વ ભારત, પૂર્વોત્તર અને બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારોમાં વધુ વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે.
મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં સૂર્યના કિરણો ભારતના મોટા ભાગ પર લગભગ સીધા પડે છે. તેનાથી જમીન ઝડપથી ગરમ થાય છે અને તાપમાન વધી જાય છે. નવતપાની તીવ્ર ગરમી અને લૂથી બચવા માટે બહાર નીકળતી વખતે કેટલીક જરૂરી વસ્તુઓ સાથે રાખો, જેથી શરીર હાઈડ્રેટેડ રહે અને તડકાની અસર ઓછી થાય.
હાલમાં ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ અને પૂર્વ ભારતમાં ગરમીનો પ્રકોપ વધુ છે. મંગળવારે ઉત્તર પ્રદેશનું બાંદા ફરી એકવાર દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. અહીં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી નોંધાયું. આ સતત નવમો દિવસ હતો જ્યારે અહીં તાપમાન 47 ડિગ્રીને પાર પહોંચ્યું. બાંદા ઉપરાંત ઉત્તર પ્રદેશના અન્ય પાંચ જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રી થી વધુ રહ્યું, જેમાં ઉરઈ 45.8 ડિગ્રી, ઝાંસી 45.5 ડિગ્રી, પ્રયાગરાજ 45.4 ડિગ્રી, આગ્રા 45.3 ડિગ્રી અને હમીરપુર 45.2 ડિગ્રી નો સમાવેશ થાય છે.
રાજસ્થાનનું શ્રીગંગાનગર 47 ડિગ્રી તાપમાન સાથે દેશનું બીજું સૌથી ગરમ શહેર રહ્યું. આ ઉપરાંત, બીકાનેર અને ફલોદીમાં પણ મહત્તમ તાપમાન 46 ડિગ્રી રહ્યું. જેસલમેરમાં તાપમાન 45.6 ડિગ્રી અને કોટામાં 45.4 ડિગ્રી રહ્યું. જયપુરમાં પણ 43.2 ડિગ્રી હતું.
મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પણ તાપમાન 45 ડિગ્રીથી ઉપર પહોંચી ગયું. બ્રહ્મપુરીમાં પારો 46.6 ડિગ્રી પર પહોંચ્યો, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ હતો. આ ઉપરાંત, ચંદ્રપુરમાં 46.4 ડિગ્રી, વર્ધામાં 46 ડિગ્રી, નાગપુરના સોનેગાંવમાં 45.5 ડિગ્રી અને ગોંદિયામાં 45.2 ડિગ્રી તાપમાન રહ્યું.
હરિયાણામાં સિરસામાં 46 ડિગ્રી, રોહતકમાં 45.6 ડિગ્રી અને પંજાબના બઠિંડામાં 45.8 ડિગ્રી સુધી પહોંચ્યું. દિલ્હીમાં પણ મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી રહ્યું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી વધારે હતું.



