116 ધારાસભ્યનું સમર્થન મળ્યું, 2 હજુ બાકી: આજની શપથવિધિ કેન્સલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
તમિલનાડુમાં સરકાર રચનાને લઈને ચાલી રહેલો રાજકીય સસ્પેન્સ હજુ પણ યથાવત છે. ઝટઊં ચીફ અને અભિનેતા વિજયે શુક્રવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ તેમની પાસે માત્ર 116 ધારાસભ્યોનો જ સમર્થન પત્ર હતો. આ કારણે આજે યોજાનારો વિજયનો શપથ સમારોહ રદ થઈ ગયો છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ઝટઊં એ 234 માંથી 108 બેઠકો જીતી છે. આમાંથી બે બેઠકો પર વિજય જીત્યા છે. જોકે, વિજયે રાજ્યપાલને ઝટઊં, કોંગ્રેસ, ઈઙઈં, ઈઙઈં(ખ)ના 116 ધારાસભ્યોનો સમર્થન પત્ર સોંપ્યો હતો. ઈંઞખક અને ટઈઊં એ હજુ પણ સમર્થન પત્ર આપ્યો નથી. બંને પાસે 2-2 ધારાસભ્યો છે. વિજયને પણ બહુમતી માટે માત્ર 2 વધુ ધારાસભ્યો જોઈએ છે. આ પહેલા વિજયે 6 અને 7 મેના રોજ પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ રાજ્યપાલે કહ્યું કે 118 ધારાસભ્યોનું સમર્થન દર્શાવ્યા વિના તેઓ સરકાર બનાવવા માટે આમંત્રિત કરી શકતા નથી. તમિલનાડુમાં રાજકીય અનિશ્ચિતતા વચ્ચે કોંગ્રેસે તેના પાંચ ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી દીધા છે. માનવામાં આવે છે કે ધારાસભ્યોની ખરીદ-વેચાણથી બચવા માટે પાર્ટીએ આ પગલું ભર્યું છે. પાર્ટી સૂત્રો અનુસાર, મેલુરના કોંગ્રેસ ધારાસભ્ય પી. વિશ્વનાથન પાંચેય ધારાસભ્યો સાથે હૈદરાબાદમાં હાજર છે. તેઓ અગાઉ તેલંગાણામાં કોંગ્રેસના અઈંઈઈ પ્રભારી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસે અગાઉથી જ વિજયની ઝટઊં ને સરકાર રચવા માટે સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. સૂત્રો મુજબ, ઝટઊં સરકાર બનવા પર કોંગ્રેસ ધારાસભ્ય પી. વિશ્વનાથનને મંત્રી બનાવી શકાય છે.



