ઈન્ટરનેટ આધારિત ટીવી – ચેનલોના વધતા ટ્રેન્ડ પર લગામ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
દેશમાં ઈન્ટરનેટ આધારિત મફત મનોરંજન પર લગામ કસવા તથા આ કનેકશનોના રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવાની સાથે ચાર્જ વસુલવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત હેઠળ યુટયુબ ચેનલ્સ પર મફતની લાઈવ સ્ટ્રીમીંગ બંધ થશે. સાથોસાથ ઈન્ટરનેટ આધારિત એપ અને ચેનલ્સો પર પણ પડદો પડી જશે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે, ઈન્ટરનેટ આધારિત મફતનુ મનોરંજન બંધ કરાવવા માટે રાષ્ટ્રીય પંચની રચના કરવામાં આવશે જ મફત સ્ટ્રીમીંગ કરતા પ્લેટફોર્મના રજીસ્ટ્રેશન, મોનીટરીંગ તથા ભાડાના નિયમો નકકી કરશે.
કેન્દ્રીય ટેલીકોમ મંત્રાલય તથા ટ્રાય દ્વારા આ દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે ફ્રી એન્ડ સપોર્ટેડ સ્ટ્રીમીંગ ટીવી તથા એપ્લીકેશન આધારિત લીનર ટેલીવીઝન ડીસ્ટ્રીબ્યુશન એમ બન્ને પ્રકારના પ્લેટફોર્મ પર ચાર્જ ઝીંકાશે.
નવી વ્યવસ્થા હેઠળ નેશનલ કમીશન તમામ પ્રકારના નિયમનો નકકી કરશે તે પુર્વે સૂચનો પણ મંગાવવામાં આવશે. દેશમાં હાલ રજીસ્ટ્રેશન વિના જ સેંકડો લાઈવ સ્ટ્રીમીંગ ચેનલો ચાલી રહી છે.
વિજ્ઞાપનના બદલામાં મફત મનોરંજન મામલામાં આવક મેળવતુ ભારત દુનિયામાં ચોથા નંબરનુ સૌથી મોટુ માર્કેટ છે. પ્રથમ ક્રમ બ્રિટનનો આવે છે. ચીન બીજા અને જાપાન ત્રીજા સ્થાને છે. આઈઆઈએમ અમદાવાદના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં આ સેગ્મેન્ટ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
2030 સુધીમાં ડબલ વૃદ્ધિદર રહેવાનુ અનુમાન છે. કેબલ આધારિત પરંપરાગત ટીવીના સ્થાને ઈન્ટરનેટ આધારિત ટીવીનુ વલણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે અને તેને કારણે જ આવકનો નવો સ્ત્રોત ઉભો કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સંભવિત નિયમો
રજીસ્ટ્રેશન: ભારતમાં યુટયુબર આધારિત પ્લેટફોર્મ માટે કોઈ રજીસ્ટ્રેશન નથી. નવી વ્યવસ્થા હેઠળ નોંધણી ફરજીયાત બનશે. રાષ્ટ્રીય સ્તરે કેટલા પ્લેટફોર્મ છે તેની માહિતી મળી જશે.
- Advertisement -
ચાર્જ: રજીસ્ટ્રેશનથી માંડીને સંચાલન સુધી ન્યુનતમ ભાડુ વસુલાશે. હાલ તુર્ત તમામને રજીસ્ટ્રેશન હેઠળ લાવવાનો ઉદેશ છે.
ક્ધટેન્ટ મોનીટરીંગ: રજીસ્ટ્રેશન તથા ઓબ્ઝર્વેશન સિસ્ટમ બાદ ફ્રી ચેનલ્સના ક્ધટેન્ટનુ મોનીટરીંગ પણ થશે. હાલ આવી કોઈ વ્યવસ્થા નથી. માત્ર ફરિયાદ બાદ જ કાર્યવાહી થાય છે.
દંડ-પ્રતિબંધ: રજીસ્ટ્રેશન ન કરાવવા કે નિયમોના ઉલ્લંઘન બદલ દંડ તથા પ્રતિબંધની જોગવાઈ પણ હશે.
આવક: લોકપ્રિય ચેનલોને નિર્માતા, સર્વિસ પ્રોવાઈડર તથા સ્પેસ પ્રોવાઈડરને વિજ્ઞાપનથી કમાણી થાય છે પણ સરકારને કોઈ આવક નથી. નવી વ્યવસ્થામાં આવક મળવા લાગશે.



