ભાજપનું રાષ્ટ્રીય પ્રમુખપદ સંભાળતા જ ટફ રાજયોને અમિત શાહે ‘માર્ક’ કરી લીધા હતા
સુનિલ બંસલ, ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાનની ત્રિપુટીને ત્રણ મહિના બંગાળમાં કેમ્પ કરાવ્યો
- Advertisement -
ખુદ અલગ અલગ સમયે 15 દિવસ બંગાળમાં રહ્યા રાત્રીના મોડે સુધી બેઠકો બાદ સવારે અમલ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.05
મતગણના શરૂ થશે તા.4 મેના સવારે 8 વાગ્યે, પ્રથમ રાઉન્ડ 9 વાગે, બીજો રાઉન્ડ 10 વાગે અને મતગણતરી 1 વાગે ખત્મ થશે અને તે દીદીને ટાટા-ગુડબાય હશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે તા.22 એપ્રિલના પ્રથમ તબકકાના મતદાનની પુર્વે છેલ્લી સભાને સંબોધતા પરિણામનું ભવિષ્ય ભાખી દીધું હતું.
છેલ્લા 15 વર્ષથી પ.બંગાળ પર મજબૂત રીતે શાસન ચલાવી રહેલા મમતા બેનરજી માટે ડબલ ટ્રબલ હતી તેમનો પક્ષ તૃણમુલ કોંગ્રેસ ચુંટણી હારી ગયો અને ખુદ મમતા બેનરજી પણ હાર્યા અને તે પણ ફરી એક વખત સુવેન્દુ અધિકારીના હાથે, વિધાનસભા ક્ષેત્ર બદલાયુ પણ મમતાનો પરાજય તો યથાવત જ રહ્યો. અમીત શાહે બંગાળની ધરતી પર જે વ્યુહરચના ગોઠવી તે ભાગ્યે જ કોઈ પારખી શકયા છે. તેઓએ અંગ-બંગ અને કલીંગ એટલે બિહાર, બંગાળ અને ઓડીસામાં ભાજપના વિજયને નિશ્ચિત કર્યો છે.
કોંગ્રેસે તો 70ના દશકાથી જ આ રાજયો ગુમાવી દીધા હતા અને પ્રાદેશિક પક્ષોનો દબદબો પણ તે ખત્મ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ જે રીતે તેમના ચુંટણી લેફટનન્ટની કેડર પર જે રીતે યોગ્યતા પારખીને પછી ભરોસો મુકે છે તે કામયાબ કરાય છે. ખુદ અમીત શાહે ભાજપનું રાષ્ટ્રીય પ્રમુખ પદ સંભાળ્યા બાદ જે રાજયો ભાજપ શાસનમાં ન હતા અને વિપક્ષના મજબૂત ગઢ હતા ત્યાં કમળને પહોંચાડવાની તૈયારી કરી હતી. તેઓએ એક દશકા પુર્વે આ રાજકીય મિશન શરૂ કર્યુ હતું જે હવે પ.બંગાળ સુધી પહોંચી ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વથી અને ભાજપના બદલતા જતા રાષ્ટ્રીય પ્રમુખ છતા અમીત શાહની રણનીતિ બદલાઈ નથી.
પુર્વોતરમાં કોંગ્રેસની સતા પુરી રીતે ખત્મ કરી, ઓડીસા બિહારમાં ભાજપનાં શાસન લવાયા, 2021માં જ પશ્ચીમી બંગાળમાં જે મીશન અધુરુ રહ્યું તે 2026માં પુરુ કર્યુ.
મમતા બેનરજી 2021માં તો કોઈપણ રીતે તેઓ કિલ્લો બચાવી શકી પણ 2026માં તે તક આપી નહી. ચુંટણી જાહેર થયા બાદ અમીત શાહ 15 દિવસ બંગાળમાં રહ્યા પણ રોડ-શો ભાષણ નહી સંગઠનની તૈયારીઓને ધાર આપી છેક બુથ સ્તર સુધીની ચિંતા અમીત શાહે કરી હતી. મોડીરાત્રી સુધી બેઠકો અને બીજા જ દિવસે અમલ તે કરવા સાથે અન્ય ચાર રાજયોમાં પણ ભાજપની તૈયારીઓમાં કે કોઈ કચાશ રહી જાય નહી તે નિશ્ચિત કર્યુ. ખુદ શાહે 50થી વધુ રેલી, રોડ-શો કર્યા. શાહે સંગઠન-ચુંટણી મેનેજમેન્ટમાં નિષ્ણાંત કેન્દ્રીયમંત્રી ભુપેન્દ્ર યાદવ, ધરમેન્દ્ર પ્રધાન, સંગઠન પ્રભારી મંગળ પાંડે અને ચુંટણી પ્રભારી બિપ્લવ દેવ તથા એકંદરે મહામંત્રી સુનિલ બંસલને પ.બંગાળનો મોરચો સોંપ્યો હતો તથા એ પણ નિશ્ચિત કર્યુ કે “જઈંછ’ માં કોઈ બોગસ વોટર બચે નહી અને સવારે 11 વાગ્યે જ ભાજપનું 100% વોટીંગ થઈ જાય. કેન્દ્રીય દળોને મેદાનમાં રાખી કોઈને ગુંડાગર્દી કરવાની તક જ આપી નહી અને એ પણ જાહેર કર્યુ કે 45 દિવસમાં પ.બંગાળમાં સરહદ પર ફેન્સીંગ બનાવવા જમીન અપાશે અને બંગાળમાં બાબરી મસ્જીદ બનવા દેશે નહી. આ બન્ને તેઓના હિન્દુ સમાજ માટેના મહત્વના ફેરફાર બની ગયા હતા.



