ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.24
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરી 10 કેન્દ્રો ખાતે કરવામાં આવશે. તાલુકા પંચાયતના મત ગણતરી કેન્દ્રો ખાતે જ જિલ્લા પંચાયતની સંલગ્ન બેઠકોની મતગણતરી થશે. રાજ્ય ચૂંટણી પંચના નિર્ધારિત કાર્યક્રમ મુજબ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી તા.28 એપ્રિલના રોજ થશે. જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ 9 તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણીનો સમાવેશ થાય છે. જૂનાગઢ તાલુકા પંચાયતની બેઠકોની મત ગણતરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ફાર્મ મશીનરી અને પાવર ઈજનેર વિભાગ ખાતે કરવામાં આવશે. અહીં જ જિલ્લા પંચાયતની 6-બીલખા, 9- ડુંગરપુર, 16- મજેવડી અને 30- વડાલ બેઠકની મતગણતરી કરવામાં આવશે.
- Advertisement -
જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતગણતરી કેન્દ્રો ઉપર એક નજર
ક્રમ તાલુકા/જિલ્લા પંચાયતનું નામ મતગણતરી કેન્દ્રનું નામ અને સરનામું
1 તાલુકા/ જિલ્લાપંચાયત,જુનાગઢ ફાર્મ મશીનરી અને પાવર ઈજનેર વિભાગ, કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ
- Advertisement -
2 તાલુકા/ જિલ્લાપંચાયત, વંથલી સરકારી વિનયન અને વાણિજ્યકોલેજ વંથલી, વંથલી માળાવદર રોડ
3 તાલુકા/ જિલ્લાપંચાયત, માણાવાદર લાયન્સ હાયર સેક્ધડરી સ્કુલ, માણાવાદર ઠે. મહાદેવીયા રોડ
4 તાલુકા/ જિલ્લાપંચાયત, વિસાવદર વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ વિસાવદર-જુનાગઢ રોડ, મુ. માંડાવડ તા. વિસાવદર
5 તાલુકા/ જિલ્લાપંચાયત, ભેસાણ સરકારી વિનયન કોલેજ, ભેસાણ
6 તાલુકા/ જિલ્લાપંચાયત, મેંદરડા આઇ.ટી.આઇ. આલીધ્રા રોડ, મેંદરડા
7 તાલુકા/ જિલ્લાપંચાયત, માળીયાહાટીના આઇ.ટી.આંઇ., ગળોદર રોડ માળીયા હાટીના
8 તાલુકા/ જિલ્લાપંચાયત, કેશોદ આદર્શ નિવાસી શાળા, માંગરોળ રોડ, કેશોદ
9 તાલુકા/ જિલ્લાપંચાયત, માંગરોળ એમ. એન. કંપની આર્ટસ એન્ડ એ. કે. શાહ કોમર્સ કોલેજ, શાપુર રોડ, માંગરોળ
10 કેશોદનગરપાલિકા કોન્ફરન્સ રૂમ, બીજો માળ, તાલુકા સેવા સદન, માંગરોળ રોડ, કેશોદ



