ખાસ ખબર કપ-2026માં રાજકીય આગેવાનોની હાજરી : રમતમાં ઉત્સાહનો માહોલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ખાસ ખબર કપ 2026 ટુર્નામેન્ટમાં ક્રિકેટપ્રેમીઓ માટે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટની એક રોમાંચક મેચ નિહાળવા માટે રાજકોટ શહેરના વોર્ડ નં. 7ના ભાજપના ઉમેદવાર નેહલભાઈ શુક્લ સહિત ભાજપના અગ્રણી કશ્યપભાઈ શુકલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મેદાનમાં હાજર રહ્યા હતા, જેના કારણે રમત સાથે રાજકીય હાજરીનું પણ વિશેષ આકર્ષણ રહ્યું હતું. ખેલાડીઓએ દર્શાવેલી આક્રમક બોલિંગ અને બેટિંગથી દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન ખેલાડીઓના જબરદસ્ત પ્રદર્શનને અગ્રણીઓએ વધાવી લીધું હતું અને યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રમતગમત પ્રત્યેનો ઉમંગ અને એકતા ભાવ સ્પષ્ટપણે દેખાયો હતો. ખાસ ખબર કપ જેવી સ્પર્ધાઓ શહેરમાં રમતગમત ક્ષેત્રને વધુ મજબૂત બનાવી રહ્યો છે અને યુવાનોને તેમની પ્રતિભા દેખાડવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરુ પાડનાર આયોજક ખાસ ખબર ન્યૂઝના ખઉ અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમજ આવી ટુર્નામેન્ટો સતત યોજાતી રહે તેવી જેથી ખેલાડીઓની અંદર રહેલી પ્રતિભા બહાર આવી શકે.



