ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની આગેવાનીમાં ભવ્ય આયોજન
આજે કલાકારો, વિવિધ સંસ્થાઓ અને વોર્ડ નં. 3-4ના કાર્યકરો જોડાશે
- Advertisement -
શહેર ભાજપ પ્રમુખ અને શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ કવિ રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થિયેટર) સિદ્ધિ વિનાયક ધામ, રેસકોર્સ ખાતે ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. તા. ૧૪ થી ૨૫ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ આયોજનમાં પ્રતિદિન વિવિધ જ્ઞાતિ સમાજ, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓના શ્રેષ્ઠીઓ દ્વારા મહાઆરતીનો લાભ લેવામાં આવી રહ્યો છે.
પ્રથમ દિવસની મહાઆરતીમાં બ્રાહ્મણ સમાજ, નાગર સમાજ, સાધુ સમાજ તેમજ વોર્ડ નં. ૧ અને ર ના અગ્રણીઓ-કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં શહેર પ્રમુખ ડો. માધવ દવે, નાગરિક બેંકના ચેરમેન શૈલેષ ઠાકર, વિમલ ત્રિવેદી, ગૌતમ ત્રિવેદી, સન્ની જાની, હિરેન ત્રિવેદી, તેજસ જોશી, જયશ્રીબેન વ્યાસ, પારુલબેન જાની, અલ્પેશ જોશી, તાપસ ત્રિવેદી, અજય જોષી, મનીષ ભટ્ટ, અલ્પાબેન દવે, શૈલેષ જાની, મેઘાબેન વૈષ્ણવ, ધારાબેન વૈષ્ણવ, આરતીબેન માંકડ, બાલેન્દ્ર મહેતા, નુપુરબેન ઓઝા, પ્રવિણ નીમાવત, વિજય દેશાણી, જીજ્ઞેશ ગોંડલીયા તેમજ કોર્પોરેટરો સેજલબેન
ચૌધરી, ડો. શૈલેષ વસાણી, દક્ષાબેન વાઘેલા, પૂર્વ દંડક મનીષ રાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વ્યવસ્થા સંજય દવે, મેઘાબેન વૈષ્ણવ, ચાંદનીબેન ગોંડલીયા અને સહઈન્ચાર્જ ટીમે સંભાળી હતી. આજના દિવસની મહાઆરતીનું સંચાલન ઉપપ્રમુખ કૌશિક ચાવડા, નિશાબેન રાણપરા અને ચાંદનીબેન ગોંડલીયા સંભાળશે. જેમાં સોની સમાજ, સિંધી સમાજ, સાધુ સમાજ, પોલીસ સલાહકાર સમિતિ, ગ્રાહક સુરક્ષા સમિતિ, નિવૃત્ત આર્મીમેન, શિક્ષણ સંસ્થાઓ, અગ્રણી કલાકારો સાંઈરામ દવે, હેમંત ચૌહાણ, તેજસ શીશાંગીયા તેમજ વોર્ડ નં. ૩ અને ૪ ના કાર્યકરો ઉપસ્થિત રહેશે. જ્યારે તા. ૧૬ સપ્ટેમ્બરે રઘુવંશી સમાજ, મોદી સમાજ, મોચી સમાજ, ઔદ્યોગિક એસોસિએશનો, ચેમ્બર ઓફ કોમર્સ અને વોર્ડ નં. ૫ તથા ૬ ના અગ્રણીઓ મહાઆરતીમાં ભાગ લેશે, જેની જવાબદારી મેહુલ નથવાણી, કિન્નરીબેન ચૌહાણ, મનીષ રાડીયા, વિક્રમ પુજારા અને કાશ્મીરાબેન નથવાણી સંભાળશે.




