By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    7 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    7 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    6 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    6 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    9 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor
Last updated: 2026/04/09 at 3:47 PM
Khaskhabar Editor 2 months ago
Share
7 Min Read
SHARE

21મી સદીની વિકાસયાત્રામાં આપણું ભારત એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં આપણે આપણા લોકતંત્રને વધુ મજબૂત બનાવનારી એક મોટી પહેલના સાક્ષી બનવાના છીએ. આ એવી તક છે, જ્યારે સમાનતા, સમાવેશન અને જનભાગીદારી પ્રત્યેની આપણી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા એક નવા સ્વરૂપે સામે આવશે. આ એવો સમય છે, જ્યારે આપણા દેશની સંસદે એક મહત્વપૂર્ણ જવાબદારી નિભાવવાની છે. તેણે એવું ડગલું આગળ વધારવાનું છે, જે આપણા લોકતંત્રને વધુ વ્યાપક અને વધુ પ્રતિનિધિત્વપૂર્ણ બનાવે. સંસદનો આ નિર્ણય મહિલાઓની રાજકીય ભાગીદારીને નવી શક્તિ આપશે અને લોકસભા તથા વિધાનસભાઓ જેવી સંસ્થાઓમાં તેમનું યોગ્ય સ્થાન સુનિશ્ર્ચિત કરશે.
આ ક્ષણ એટલા માટે પણ વિશેષ છે, કારણ કે તે એવા સમયે આવી રહી છે જ્યારે દેશનું વાતાવરણ ઉત્સવ, નવીનતા અને સકારાત્મકતાથી ભરેલું છે. આગામી દિવસોમાં ભારતના અલગ-અલગ ભાગોમાં અનેક પર્વો ઉજવવામાં આવશે. આસામના લોકો રોંગાલી બિહુ ઉજવવાના છે, અને ઓડિશામાં મહા બિશુબા પણા સંક્રાંતિનો ઉત્સવ ઉજવવામાં આવશે. પશ્ર્ચિમ બંગાળમાં પોઈલા બૈશાખની સાથે બંગાળી નવા વર્ષની શરૂઆત થશે. કેરળમાં વિષુ પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. તમિલનાડુના લોકો આતુરતાથી પુથાંડુની રાહ જોઈ રહ્યા છે, તો પંજાબ અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં લોકોને બૈસાખીના પર્વની રાહ છે. આપણા આ પાવન પર્વો દરેક વ્યક્તિમાં એક નવી આશાનો સંચાર કરનારા છે. ભારતની સાથે-સાથે વિશ્ર્વભરમાં આ તહેવારો ઉજવનારા તમામ લોકોને હું હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. હું એવી કામના કરું છું કે આ દિવ્ય અને પાવન પ્રસંગો આપણા સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ લઈને આવે.
આ દરમિયાન 11 એપ્રિલથી મહાત્મા ફૂલેની 200મી જન્મજયંતિના સમારોહ પણ શરૂ થશે. 14 એપ્રિલે આપણે ભારતવાસીઓ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવીશું. આ બંને તિથિઓ આપણને સામાજિક ન્યાય અને માનવીય ગરિમાના એ મૂલ્યોની પણ યાદ અપાવે છે, જેમણે આધુનિક બનતા ભારતની દિશા નક્કી કરી છે.
આ પ્રેરણાદાયી પ્રસંગોની વચ્ચે, 16 એપ્રિલે સંસદની ઐતિહાસિક બેઠક યોજાશે. મહિલા આરક્ષણને લાગુ કરવા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિધેયક પર ચર્ચા કર્યા બાદ તેને પસાર કરાવવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેને માત્ર એક કાયદાકીય પ્રક્રિયા કહેવી એ તેના મહત્વને ઓછું આંકવા જેવું ગણાશે. આ ભારતવર્ષની કરોડો મહિલાઓની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.
આપણી નારીશક્તિ દેશની લગભગ અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે દેશના દરેક સેક્ટરમાં નારીશક્તિ મિસાલ બની રહી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીથી લઈને એન્ટરપ્રેન્યોરશિપ સુધી, રમતના મેદાનથી લઈને સશસ્ત્ર દળો સુધી અને સંગીતથી લઈને કલાના ક્ષેત્રમાં મહિલાઓ પોતાની સશક્ત ઓળખ બનાવી રહી છે. આપણી માતાઓ-બહેનો અને દીકરીઓ દેશની પ્રગતિમાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે.
આપણા પરંપરાગત મૂલ્યો જણાવે છે કે કોઈ પણ સમાજ ત્યારે જ પ્રગતિ કરે છે, જ્યારે માતાઓ-બહેનોને આગળ વધવાની વધુમાં વધુ તકો મળે છે. આ જ વિચાર સાથે વિતેલા 11 વર્ષોમાં મહિલા સશક્તિકરણ માટે એક અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, તે માટે નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા છે. શિક્ષણ સુધી વધતી પહોંચ, શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ, નાણાકીય સમાવેશનમાં વધારો અને પાયાની સુવિધાઓ સુધીની બહેતર પહોંચે આર્થિક અને સામાજિક જીવનમાં મહિલાઓની ભાગીદારીને મજબૂતી આપી છે.
પરંતુ એ પણ સત્ય છે કે આ તમામ પ્રયાસો છતાં રાજનીતિ અને કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સમાજમાં તેમની ભૂમિકાને અનુરૂપ રહ્યું નથી. આ ઉણપને હવે દૂર કરવી જોઈએ, કારણ કે જ્યારે મહિલાઓ વહીવટ ચલાવવામાં અને વહીવટી નિર્ણયોમાં ભાગ લે છે, ત્યારે તેમનો અનુભવ અને વિઝન ઘણું કામ આવે છે. તેનાથી ચર્ચા તો સમૃદ્ધ થાય જ છે, સાથે ક્વોલિટી ઓફ ગવર્નન્સમાં પણ સુધારો થાય છે. મહિલાઓની ભાગીદારી વધારવી એ માત્ર પ્રતિનિધિત્વનો વિષય નથી, તે આપણા લોકતંત્રને વધુ સંવેદનશીલ, વધુ સંતુલિત અને વધુ ઉત્તરદાયી બનાવવાનો પ્રયાસ છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં લોકતાંત્રિક સંસ્થાઓમાં મહિલાઓને તેમનું યોગ્ય સ્થાન અપાવવા માટે વારંવાર પ્રયાસો થયા છે. સમિતિઓ રચવામાં આવી, વિધેયકોના મુસદ્દા રજૂ કરવામાં આવ્યા, પરંતુ તેઓ ક્યારેય પસાર થઈ શક્યા નહીં. તેમ છતાં, આ વાત પર વ્યાપક સંમતિ રહી છે કે વિધાયી સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. સપ્ટેમ્બર 2023માં સંસદે સર્વસંમતિથી નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો હતો. આ મારા જીવનના સૌથી વિશેષ પ્રસંગોમાંનો એક રહ્યો છે. હવે જરૂર છે કે 2029ની લોકસભા ચૂંટણી અને આગામી સમયમાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી મહિલા આરક્ષણની જોગવાઈઓ સાથે કરાવવામાં આવે.
મહિલાઓ માટે આરક્ષણ સુનિશ્ર્ચિત કરવાની આ તક આપણા બંધારણની મૂળ ભાવના સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. આપણા બંધારણના નિર્માતાઓએ એક એવા સમાજની કલ્પના કરી હતી, જ્યાં સમાનતા માત્ર બંધારણમાં જ ન હોય, પરંતુ તેને વ્યવહારમાં પણ લાવવામાં આવે. વિધાયી સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ર્ચિત કરવી, એ પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું ડગલું છે. આ એક એવા સમાજના નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે, જેમાં રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરવામાં પ્રત્યેક નાગરિકની સમાન ભૂમિકા હોય.

એક સરકાર, એક પક્ષ કે એક વ્યક્તિનો વિષય નથી

- Advertisement -

આ સમય સામૂહિક સંકલ્પનો છે. આ કોઈ એક સરકાર, એક પક્ષ કે એક વ્યક્તિનો વિષય નથી. આ સમગ્ર રાષ્ટ્રનો વિષય છે. આપણે મળીને આ પગલાના મહત્વને સમજવાનું છે અને મળીને જ તેને સાકાર કરવાનું છે. આ જ આપણી નારી શક્તિ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે, તેથી મહિલા આરક્ષણ બિલને પસાર કરાવવા માટે સંમતિ ખૂબ જ જરૂરી છે. તેને મોટા રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જોવું જોઈએ. આવા પ્રસંગો આપણને યાદ અપાવે છે કે કેટલાક નિર્ણયો પોતાના સમય કરતા મોટા હોય છે. તેઓ આવનારી પેઢીઓની દિશા નક્કી કરે છે. આ આપણને યાદ અપાવે છે કે લોકતંત્રની સાચી તાકાત સમયની સાથે પોતાને વધુ ન્યાયપૂર્ણ અને વધુ સમાવેશી બનાવવાની ક્ષમતામાં હોય છે.
સંસદનું આ ઐતિહાસિક સત્ર નજીક આવી ગયું છે. હું તમામ પક્ષોના સાંસદોને આપણી નારીશક્તિ માટેના આ મહત્વપૂર્ણ પગલાને સમર્થન આપવા વિનંતી કરું છું. આપણે જવાબદારી અને દ્રઢ સંકલ્પ સાથે આ દાયિત્વ પૂરું કરીએ. આવો, આપણે આપણા લોકતંત્રની સર્વોચ્ચ પરંપરાઓને અનુરૂપ આમાં આપણી ભાગીદારી સુનિશ્ર્ચિત કરીએ.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા અનામત સુધારાના ડ્રાફ્ટને કેન્દ્રની મંજૂરી
Next Article AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?