ક્લીન ઇન્ડિયા અભિયાન ૨૦૨૧ અંતર્ગત રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા રોજબરોજ વિવિધ વિભાગ દ્વારા અને જનસહયોગથી સિંગલ યુઝડ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવી રહયો છે. જે અંતર્ગત આજ રોજ નહેરુ યુવા કેન્દ્ર-રાજકોટ તથા જિલ્લા શિક્ષણ વિભાગ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે આર.ટી.ઓ નજીક માસુમ વિદ્યાલય ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તેઓએ સાથે મળીને વિવિધ જગ્યાઓ પર સફાઈ અભિયાન હાથ ધરીને કુલ ૫૦ કિલો જેટલું સિંગલ યુઝડ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું.

- Advertisement -
આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા, શિક્ષણ નિરીક્ષક બડમલીયા, મદદનિશ શિક્ષણ નિરીક્ષક ઓ એ.એન.પટેલ, ધોણીયા, જોષી, માસુમ વિદ્યાલયના આચાર્ય શૈલેષભાઈ વોરા, સુપરવાઈઝર ઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.



