સરકારી જમીનમાંથી ચાઈના ક્લેનું ગેરકાયદે ઉત્ખનન ઝડપાયું
સરપંચ અને તલાટી સામે શિક્ષાત્મક પગલાં: જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાતા ફફડાટ
- Advertisement -
ખનન માફિયાઓ સામે લાલ આંખ: ખાખરાળા, રાયપર અને ઉંમરડાના વાહન માલિકો સામે પોલીસની કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
મૂળીના ખાખરાળામાં સરકારી જમીનમાંથી ગેરકાયદે ચાઈના કલેનું ખનન ઝડપાયું છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમે ડમ્પર સહિત રૂ.1.78 કરોડનો મુદામાલ જપ્ત કરી વાહન માલિકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી સરપંચ અને તલાટી મંત્રી સામે કાર્યવાહી હાથ ધરી છે. મુળી તાલુકાના ખાખરાળા ગામમાં આવેલા ધાવડીમાં મંદિર વિસ્તારની આસપાસ આવેલી સરકારી જમીનમાં ચોટીલા ડેપ્યુટી કલેકટર દ્વારા દરોડો પાડી ગેરકાયદેસર સફેદ માટી (ચાઈના ક્લે.)નું ખનન ઝડપી પાડ્યું છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 01 ડમ્પર, 03 ટ્રેક્ટર ટ્રોલી સાથે, 02 ડમ્પર સહિત કુલ રૂ. 1.78 કરોડનો મુદામાલ કબજે કરી તમામ મુદામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગેરકાયદેસર સફેદ માટીનું ખનન કરનારવાહન માલિક (1) હરિભાઈ જોગરાણા રહે. ખાખરાળા તા.મુળી અને ડમ્પરના માલિક (2) પ્રવીણભાઈ મનુભાઈ ગોવાળિયા રહે. રાયપર તા. ગઢડા જી.બોટાદ (3) તરકટા ગોપાલભાઈ વેરશીભાઈ રહે.ઉંમરડા તા. મુળી સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર અંગેની કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. તેમજ ખાખરાળા ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.



